રિતેશ દેશમુખ અને તેની પત્ની અભિનેત્રી જેનેલિયા ડિસોઝાને ઑફસ્ક્રીન અને સ્ક્રીન પર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. બંનેની જોડી ફેન્સની ફેવરિટ જોડીમાંથી એક છે. હાલમાં જ બંનેએ ઘણા વર્ષો પછી સ્ક્રીન શેર કરી છે અને લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાની મરાઠી ફિલ્મ ‘વેડ’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. ‘વેડના બોક્સ ઓફિસ કલેક્શને ચાહકોને ચોંકાવી દીધા છે.
રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝાની ”વેડ’ના ઓપનિંગ વીકએન્ડ પર કમાણીના આંકડા જાણીને તમે પણ ચોંકી જશો. ફિલ્મમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી છે. તમામ ફિલ્મ સમીક્ષકો રિતેશની મરાઠી ફિલ્મને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે.
આ સાથે દર્શકો પણ ”વેડ’ના વખાણ કરતા થાકતા નથી. આ જ કારણ છે કે ”વેડ’ની કમાણીનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. સોમવારે, પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર ફિલ્મ ”વેડ’ના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા વિશે માહિતી આપી છે. આ ફિલ્મે તેની રિલીઝના પહેલા વીકએન્ડમાં 10 કરોડથી વધુની કમાણી કરીને લોકોને ચોંકાવી દીધા છે.
આ ફિલ્મ 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિતેશ દેશમુખની ”વેડ’ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે, તેનું ઉદાહરણ તમને ફિલ્મનું કલેક્શન જોઈને ખબર પડી જ ગઈ હશે. રિલીઝના પહેલા દિવસે મરાઠી ફિલ્મ ”વેડ’એ બોક્સ ઓફિસ પર 2.25 કરોડ, બીજા દિવસે 3.25 કરોડ અને રવિવારે એટલે કે ત્રીજા દિવસે 4.50 કરોડનું કલેક્શન કર્યું છે. શનિવારની સરખામણીમાં રવિવારે ”વેડ’ના કમાણીના ગ્રાફમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ આગળ શું કમાલ કરી બતાવે છે?
Published On - 7:26 am, Tue, 3 January 23