AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Randeep Hooda Birthday : રણદીપ હુડ્ડા બાયોપિક ફિલ્મો કરવામાં છે માહેર, જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પોતાને કર્યા સાબિત

રણદીપ હુડ્ડાએ પોતાના કુદરતી અભિનય અને વર્સેટિલિટીથી બધાને પ્રભાવિત કર્યા છે. અભિનેતા તેના શાનદાર અભિનય માટે જાણીતો છે. તે 47 વર્ષનો થઈ ગયો છે. અભિનેતાના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમની કેટલીક ખાસ ભૂમિકાઓ વિશે.

Randeep Hooda Birthday : રણદીપ હુડ્ડા બાયોપિક ફિલ્મો કરવામાં છે માહેર, જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પોતાને કર્યા સાબિત
Randeep Hooda Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:45 AM
Share

Randeep Hooda Birthday : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આમાંથી એક નામ રણદીપ હુડ્ડાનું છે. ચાહકો તેને સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે. રણદીપ હુડ્ડા એવા થોડા કલાકારોમાંથી એક છે જે પોતાના પાત્રમાં એવી રીતે ડૂબી જાય છે કે તે પોતાની ઓળખ ગુમાવી બેસે છે અને પાત્ર બની જાય છે.

છેલ્લા દોઢ દાયકાથી તે પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. તેને પડકારો ગમે છે, તેથી તે બાયોપિક ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તેમના 47માં જન્મદિવસ પર, ચાલો જાણીએ કે અભિનેતાએ તેમની કારકિર્દીમાં કઈ બાયોપિક ફિલ્મોમાં કામ કર્યું.

આ પણ વાંચો : રણદીપ હુડ્ડા સાથે પૂર પીડિતોને ફૂડ પેકેટનું વિતરણ કરતી જોવા મળી આ એક્ટ્રેસ, જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ

મૈં ઔર ચાર્લ્સ- ફિલ્મ મૈં ઔર ચાર્લ્સ વિશે વાત કરીએ તો, તે શાતિર સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજના જીવન પર આધારિત હતી. જ્યારે પણ તમે ફિલ્મમાં રણદીપ હુડાને જોશો તો તમને લાગશે કે, તે ચાર્લ્સ શોભરાજ છે. તેણે આ ભૂમિકા ખૂબ જ નિશ્ચય સાથે ભજવી હતી. આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. આ પાત્રને રણદીપ હુડ્ડાથી વધુ સારી રીતે ભાગ્યે જ કોઈ નિભાવી શક્યું હોત.

(Credit Source : Randeep Hooda)

સરબજીત- પાકિસ્તાનમાં જાસૂસીની લાંબી સજા ભોગવ્યા બાદ સરબજીતના પરિવારજનો અને ભારતીયોને આશા હતી કે સરબજીતને ભારત પરત મોકલવામાં આવશે. પરંતુ આવું ન થયું. લાંબા સમય બાદ તેને મૃત્યુદંડની સજા થતાં તેની વતન પરત આવવાની આશા ઠગારી નીવડી હતી.

રંગ રસિયા– ફિલ્મ રંગ રસિયાની વાત કરીએ તો આ ફિલ્મ મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર આધારિત હતી. તેમાં અમૃત્ય સેનની પુત્રી નંદના સેનના અંતરંગ દ્રશ્યો પણ હતા. આ ફિલ્મ વિવાદાસ્પદ હતી પરંતુ રણદીપ હુડ્ડાએ રાજા રવિ વર્માના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો.

ઇન્સ્પેક્ટર અવિનાશ – સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF કેવી રીતે કામ કરે છે, ક્યારે અને કયા હેતુ માટે બને છે તેના પર જિયો સિનેમા પર ઇન્સ્પેક્ટર અવિનાશ નામની વેબ સિરીઝ આવી હતી.આ વેબ સિરીઝમાં ઇન્સ્પેક્ટર અવિનાશની સિદ્ધિઓ અને પરાક્રમ જોવા મળ્યા હતા. સીરીઝની પહેલી સીઝન આવી ગઈ છે અને હવે ચાહકો આ વેબ સીરીઝની આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે.

સ્વતંત્ર વીર સાવરકર – ઘણા સમયથી વીર સાવરકર પર ફિલ્મ બનાવવાની વાત ચાલી રહી છે. આમાં રણદીપ હુડ્ડા સાવરકરની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સ્ટારકાસ્ટ જોરદાર છે. ફિલ્મમાં અંકિતા લોખંડે અને અમિત સાઈલ પણ મહત્વની ભૂમિકામાં હશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">