Alia Bhatt Reveals: કેવી રીતે શરૂ થયો રણવીર અને આલિયાનો આ સંબંધ, ‘કોફી વિથ કરણ’માં એક્ટ્રેસે સંભળાવી પોતાની લવ સ્ટોરી

હાલમાં જ કરણ જોહરનો શો 'કોફી વિથ કરણ'માં આલિયા ભટ્ટ (Alia Bhatt) આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે તેની અને રણબીરની લવ સ્ટોરી શરૂ થઈ.

Alia Bhatt Reveals: કેવી રીતે શરૂ થયો રણવીર અને આલિયાનો આ સંબંધ, 'કોફી વિથ કરણ'માં એક્ટ્રેસે સંભળાવી પોતાની લવ સ્ટોરી
Ranbir Kapoor and Alia Bhatt Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 7:49 PM

બોલિવૂડ એક્ટ્રેસ અને રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલમાં પોતાનો પ્રેગ્નન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની લવ સ્ટોરીની વાતો ચારે બાજુ ચર્ચાય છે. આ કપલ તેમના લગ્નથી લઈને બાળકના ગુડ ન્યુઝ આવ્યા ત્યાં સુધી હંમેશા ચર્ચામાં રહ્યું છે. આ દરમિયાન આલિયાને કરણ જોહરના ચેટ શોના પહેલા એપિસોડમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી. જ્યાં તે દીપિકા પાદુકોણના પતિ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) સાથે પહોંચી હતી, તેણે શો દરમિયાન તેના અને રણબીરના સંબંધો વિશે ઘણી વાતો કહી. તેણે પોતાના અને રણબીરના સંબંધોની શરૂઆત વિશે પણ જણાવ્યું હતું.

કરણ જોહરના શોમાં એક સેશન દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું કે તેની અને રણબીરની લવ સ્ટોરી ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ હતી. આલિયાએ જણાવ્યું કે જ્યાં રણબીરે તેને પ્રપોઝ કર્યું હતું. એક્ટ્રેસે શો દરમિયાન ફેન્સ સાથે તેના ડ્રીમી પ્રપોઝલ વિશે વાત શેયર કરતી વખતે આખી વાર્તા સંભળાવી.

કેવી રીતે શરૂ થઈ રણબીર આલિયાની લવ સ્ટોરી?

રણબીર કપૂરે આલિયા ભટ્ટને કેન્યાના મસાઈ મારામાં પ્રપોઝ કર્યું હતું. આ સ્થળની ગણતરી દુનિયાની સૌથી સુંદર પ્લેસમાં થાય છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે દિવસે નવા વર્ષની સાંજ હતી. બંને ફ્લાઈટમાં એક વર્કશોપમાં સામેલ થવા જઈ રહ્યા હતા અને આલિયા રણબીરની બાજુમાં બેઠી હતી. પરંતુ સીટમાં થોડી સમસ્યાને કારણે તે ત્યાંથી ઉભો થયો અને બીજી જગ્યાએ શિફ્ટ થયો. તે પછી રણબીર પાછો આવ્યો અને આલિયાને કહ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે જ્યારે આપણે સાથે બેઠા હતા, ત્યારે જ આ સીટ બગાડવાની હતી. એક્ટ્રેસે કહ્યું કે ત્યારે તે ક્ષણ હતી જ્યારે બંને એકબીજા માટે કંઈક અનુભવવા લાગ્યા હતા.

આ પણ વાંચો

આલિયાના લગ્નમાં કઈ વાતથી નારાજ હતા મહેશ ભટ્ટ

આ દરમિયાન આલિયાએ રણબીર સાથેના તેના લગ્નની વાત પણ જણાવી હતી. એક્ટ્રેસ જણાવ્યું કે કપલના લગ્નના દિવસે તેના પિતા મહેશ ભટ્ટ નારાજ થઈ ગયા હતા. પરંતુ ખાસ વાત એ છે કે આલિયાને પણ આ વાતની જાણ નહોતી. તેના બદલે કરણ જોહરે આ ઘટના શોમાં કરી હતી. કરણે કહ્યું કે ભટ્ટ સાહેબ એ વાત પર નારાજ હતા કે લગ્નના દિવસે છોકરીવાળા લોકોના ચહેરા પર કેમ ઉદાસી હોય છે. જેના પર પૂજા ભટ્ટે રિપ્લાય આપતા કહ્યું કે પાપા એવું નથી કે બધા ઈમોશનલ હોય. જ્યારે આલિયાને આ વાતની ખબર પડી તો એક્ટ્રેસે કહ્યું કે પપ્પા, તમે આવું કહ્યું?

ઈબ્રાહિમ અલી ખાનનો મેસેજ વાંચીને ખુશ થઈ ગઈ આલિયા

શોમાં એક બીજી ઘટના બની જેના પર કરણ અને રણવીર સિંહ પણ હસી પડ્યા. સૈફ અમૃતાના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન તરફથી આલિયાને એક સુંદર સંદેશ મળ્યો. તેણે કહ્યું કે તેની બોલિવૂડ ફિલ્મ ગંગુબાઈ માટે ઘણા લોકોના મેસેજ આવ્યા, પરંતુ સૌથી ક્યૂટ તેને ઈબ્રાહિમ અલી ખાનનો મેસેજ મળ્યો. ઈબ્રાહિમે લખ્યું કે, તમારે પર્સનલી મેસેજ મોકલવા માટે સમય કાઢવો પડ્યો. હું વિશ્વાસ કરી શકતો નથી કે તે એક જ લેડી છે, હું દર વખતે તમારી પાસેથી શીખું છું, તમે અદ્ભુત છો. તમે ગંગુના રૂપમાં બહુ જ સારા છો. તમે તમારી જાતને ખૂબ જ સરળતાથી એક પાત્ર માટે મોલ્ડ કરી શકો છો. આ દેશની બેસ્ટ એક્ટ્રેસ.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">