ઓસ્કાર એવોર્ડ્સમાં આવી ગઈ છે નવી કેટેગરી, હવે આ લોકો પણ જીતી શકશે એવોર્ડ

હવે ઓસ્કાર એવોર્ડમાં એક નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. આ કેટેગરીની જેમ હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની તક મળવાની છે. આ પુરસ્કાર 98માં એકેડેમી એવોર્ડથી દાવો કરવામાં આવશે. આ અગાઉ અત્યાર સુધી 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હતા.

ઓસ્કાર એવોર્ડ્સમાં આવી ગઈ છે નવી કેટેગરી, હવે આ લોકો પણ જીતી શકશે એવોર્ડ
oscar award
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 9:16 AM

ઓસ્કાર એવોર્ડને સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી મહિને 96માં એકેડેમી એવોર્ડ્સ યોજાવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા ઓસ્કાર એવોર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.

’96માં એકેડેમી એવોર્ડ્સ’ પહેલા એકેડમીએ ઓસ્કાર એવોર્ડ્સમાં એક નવી કેટેગરીને ઉમેરી છે. આ કેટેગરી કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની તક મળવાની છે.

કાસ્ટિંગ ડિરેક્ટર શું છે?

કાસ્ટિંગ ડિરેક્ટર્સ ફિલ્મ અથવા ટીવી સિરિયલોના કેરેક્ટરને જીવંત કરવા માટે સ્ટાર્સની શોધ કરે છે. તેઓને પ્રોડક્શન કંપની દ્વારા એક્ટર્સને રોલ સાથે મેચ કરવા માટે રાખવામાં આવે છે. કાસ્ટિંગ ડાયરેક્ટર્સ સ્ક્રિપ્ટ વાંચે છે અને નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે મુલાકાત કરીને તેઓ કેવા પ્રકારની વ્યક્તિ શોધી રહ્યા છે તેનો ખ્યાલ મેળવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

કાસ્ટિંગ ડિરેક્ટર્સનું કાર્ય શું હોય છે?

કાસ્ટિંગ ડિરેક્ટર ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર કલાકારોની પસંદગી કરે છે. દરેક ભૂમિકા માટે તે કલાકારોનું ઓડિશન લે છે અને તેમને પસંદ કર્યા પછી કલાકારોના નામ ડિરેક્ટરને મોકલે છે.

કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે નવી કેટેગરી બનાવવામાં આવી છે

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના બોર્ડ ઓફ ગવર્નર્સે પોતે જ માહિતી આપી છે કે, કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે એક નવી કેટેગરી બનાવવામાં આવી છે. હવે 2025માં રિલીઝ થનારી ફિલ્મોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. ’98માં એકેડેમી એવોર્ડ્સ’થી આ એવોર્ડ માટે દાવેદારી નોંધાવામાં આવશે. અત્યાર સુધી ઓસ્કારમાં કુલ 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હતા. કાસ્ટિંગ ડિરેક્ટર્સ કેટેગરી શરૂ થયા બાદ હવે 24 કેટેગરી થશે.

અત્યાર સુધી આ કેટેગરીને મળતો રહ્યો છે ઓસ્કાર એવોર્ડ

  1. એક્ટર ઇન અ લીડિંગ રોલ
  2. એક્સટ્રેસ ઇન અ લીડિંગ રોલ
  3. એક્ટર ઇન સપોર્ટિંગ રોલ
  4. એક્સટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ
  5. એડિંટિંગ
  6. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ
  7. મેકઅપ એન્ડ હેયરસ્ટાઈલિંગ
  8. મ્યુજિક ઓરિજિનલ સ્કોર
  9. મ્યુજિક ઓરિજિનલ સોન્ગ
  10. બેસ્ટ પિક્ચર
  11. પ્રોડક્શન ડિઝાઇન
  12. એનિમેટેડ શોર્ટ ફિલ્મ
  13. લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
  14. સાઉન્ડ
  15. એનિમેટેડ ફીચર ફિલ્મ
  16. સિનેમાટોગ્રાફી
  17. કોસ્ટ્યુમ ડિઝાઇન
  18. ડાયરેક્ટીંગ
  19. ડોકયુમેંટ્રી ફીચર ફિલ્મ
  20. ડૉક્યૂમેંટ્રી શોર્ટ ફિલ્મ
  21. વિજ્યુઅલ ઇફેક્ટ્સ
  22. રાઇટિંગ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે
  23. રાઇટિંગ ઓરિજિનલ સ્ક્રીનપ્લે

ડોલ્બી થિયેટરમાં યોજાશે ફંક્શન

આ વર્ષે ઓસ્કાર એવોર્ડ 10 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. તેના નામાંકન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે નોમિનેશનમાં ‘ઓપનહેઇમર’, ‘બાર્બી’ અને ‘પૂઅર થિંગ્સ’નો દબદબો છે. તમને જણાવી દઈએ કે આ વખતે ‘ઓપનહેમર’ ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. આ મુવીને કુલ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્યારે બાર્બીને 8 કેટેગરીમાં અને પુઅર થિંગ્સને 11 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">