ઓરીના બદલાયા તેવર! પાપારાઝીએ ફોટો પાડવાનું કીધું તો કહી આ વાત, જુઓ Video

|

Mar 18, 2024 | 7:14 PM

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઓરી ઘણીવાર ચર્ચામાં રહે છે. ઓરી જાહ્નવી કપૂર, નીસા દેવગન, સારા અલી ખાન, અનન્યા પાંડે અને ખુશી કપૂર સહિત ઘણા સ્ટાર કિડ્સ સાથે જોવા મળે છે. હાલમાં જ તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યો હતો. જેના કારણે ઓરીએ ઘણી લાઈમલાઈટ મેળવી હતી. હવે તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઓરીના બદલાયા તેવર! પાપારાઝીએ ફોટો પાડવાનું કીધું તો કહી આ વાત, જુઓ Video
Orry

Follow us on

ઓરી સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. તે બોલિવુડની લગભગ દરેક સેલિબ્રિટી સાથે જોવા મળ્યો છે. ઓરીનું સ્ટાર કિડ્સ સાથે ખાસ બોન્ડિંગ છે. સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો તેને માત્ર તેના ફોટા માટે જ ઓળખે છે. પરંતુ હવે ઓરીના તેવર થોડા બદલાય ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઓરી ઘણીવાર તેની ફેશન સેન્સ માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. કપડાંની સાથે ક્યારેક તેના ફોનનું અનોખું કવર પણ ચર્ચામાં રહે છે.

ઓરી જ્યાં પણ જાય છે ત્યાં મીડિયા તેને ફોલો કરે છે. હાલમાં જ ઓરીએ લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો હતો. ઓરીએ આ ઈવેન્ટમાં રેમ્પ વોક પણ કર્યું હતું. ફેશન શો બાદ ઓરી મીડિયાને પણ મળ્યો હતો. જેવા પાપારાઝી ફોટો લેવા માટે તેની નજીક આવ્યા કે તરત જ ઓરીએ તેમને રોક્યા અને મજાકમાં કહ્યું – “નો મની નો ફોટો.” ઓરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ઓરી સોશિયલ મીડિયા પર પોપ્યુલર ઈન્ફ્લુઅન્સર બની ગયો છે. તેના વિશે વારંવાર સાંભળવામાં આવતો સવાલ એ છે કે ઓરી શું કરે છે? જ્યારે પણ ઓરી કોઈ પણ ઈન્ટરવ્યુમાં ભાગ લે છે, ત્યારે તેને ચોક્કસપણે સવાલ પૂછવામાં આવે છે કે તે કેવા પ્રકારનું કામ કરે છે? લાંબા સમય સુધી સસ્પેન્સ રાખ્યા બાદ આખરે ઓરીએ ફોર્બ્સ ઈન્ડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં તેની કમાણીની આવક જાહેર કરી.

ઓરીએ કહ્યું કે “લોકો મને લગ્નમાં આમંત્રિત કરે છે અને તેઓ મને ખુશીથી 15 લાખથી 30 લાખ રુપિયા ચૂકવે છે.” તેઓ ઈચ્છે છે કે હું મહેમાન તરીકે નહીં, પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં હાજરી આપું, કદાચ દુલ્હન અથના ગ્રુમ કે અન્ય કોઈ માટે તેઓ આમંત્રિત કરે છે. લોકોને મારી હાજરી ગમે છે અને મને આ વાત મોટિવેટ કરે છે કે હું ત્યાં ખુશી લઈને જવું. આ અપીરિયન્સ જ હાલમાં મારી કમાણીની આવક છે.”

આ પણ વાંચો: Tripti Dimri Photos: બ્લેક ગાઉનમાં તૃપ્તિ ડિમરીનો કિલર લુક, તસવીરો થઈ વાયરલ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:57 pm, Mon, 18 March 24

Next Article