‘કરણ-અર્જૂન’ને પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતું આમંત્રણ, બંનેએ પોસ્ટ-ટ્વીટ કરી તો ફેન્સે કહ્યું કે- ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ મળ્યું નહોતું. પરંતુ 26મી જાન્યુઆરીના અવસર પર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ટ્વીટ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુકી છે. સોશિયલ મીડિયા પોસ્ટ જોયા બાદ યુઝર્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

26 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. 26 જાન્યુઆરીએ ભારતીયો સોશિયલ મીડિયા દ્વારા દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. ઘણી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.
કરીના કપૂર, અર્જુન કપૂર, સોનાલી બેન્દ્રે, કેટરિના કૈફ-વિકી કૌશલ, આયુષ્માન ખુરાનાએ પણ ગણતંત્ર દિવસની આગવા અંદાજમાં ઉજવણી કરી હતી. એટલું જ નહીં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા દ્વારા દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
દેશભક્તિ કરી વ્યક્ત
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પ્રભુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. વાત કરીએ ગણતંત્ર દિવસની તો આ અવસર પર સલમાન ખાન અને શાહરૂખ ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે.
Wishing A Very Happy Republic Day To All
— Salman Khan (@BeingSalmanKhan) January 26, 2024
(Credit source : @BeingSalmanKhan)
સલમાન ખાન અને શાહરૂખ ખાનની સોશિયલ મીડિયા પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે. સલમાન ખાને X પર કહ્યું, ‘બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ…’ બીજી તરફ શાહરૂખ ખાને ત્રિરંગો ફરકાવતો ફોટો શેર કર્યો.
કિંગ ખાને ઈન્સ્ટાગ્રામ પર કરી છે પોસ્ટ
ફોટો પોસ્ટ કરતાં કિંગ ખાને કહ્યું છે કે, ‘તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ… આપણા દેશની એકતા… શક્તિ અને ગૌરવનું પ્રતીક… ત્રિરંગો હંમેશા ઊંચો ફરકતો રહે.’ ભારતીયો તરીકે, ચાલો આપણે આપણા દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપીએ. જય હિંદ!’ શાહરૂખ ખાનની પોસ્ટ પર ફેન્સે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
(Credit Source : Shah rukh khan)
કિંગ ખાનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક નેટીઝને કહ્યું, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, બીજાએ કહ્યું, ‘પઠાણ સિનેમાનું એક વર્ષ…’ એટલું જ નહીં, ઘણા ચાહકોએ અભિનેતાને તેની આગામી ફિલ્મ માટે શુભેચ્છાઓ પણ આપી છે. હાલમાં શાહરૂખની આગામી ફિલ્મ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની રહી છે.