ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ શમીને મળેલા લગ્નના પ્રપોઝલને લઈને ચર્ચામાં આવ્યો હતો. શમીને કોઈ રેન્ડમ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ બોલિવુડ એક્ટ્રેસે પાયલ ઘોષે પ્રપોઝ કર્યું છે. તેણે ટ્વીટ કરીને શમી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું અને હાલમાં તેનું એક નવું ટ્વિટ સામે આવ્યું છે, જે ફરી ચર્ચામાં છે.
એક્ટ્રેસ પાયલ ઘોષે હાલમાં જ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે નીચેની તરફ જોઈ રહી છે. પાયલ ઘોષે આ તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘દિલ ડૂબા તેરે પ્યાર મેં’. પાયલ ઘોષની આ પોસ્ટ જોયા પછી લોકો કહે છે કે કોઈ અન્ય માટે નથી પરંતુ માત્ર શમી માટે છે. હાલમાં એક્ટ્રેસના ટ્વીટ પર લોકો લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે આ પોસ્ટ ‘શમી ભૈયા માટે.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તમારે એક મુસ્લિમ સાથે હિન્દુ બનીને લગ્ન કરવાનું વિચારવું પણ ન જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘મોહમ્મદ શમીના પ્રેમમાં.’ જ્યારે એક યુઝરે લખ્યું છે કે, ‘શમી પર થોડી દયા કરો અને મારી સાથે લગ્ન કરો.’
Dil dooba Tere Pyar Me pic.twitter.com/n2kIF7RKSw
— Payal Ghoshॐ (@iampayalghosh) November 8, 2023
તમને જણાવી દઈએ કે આ પહેલા પાયલ ઘોષે શમીનું નામ લઈને ધમાકેદાર મેસેજ પોસ્ટ કર્યો હતો. તેને ટ્વીટ કરીને લખ્યું છે કે ‘શમી, તું તારું અંગ્રેજી સુધાર લે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’ એક્ટ્રેસ પાયલ ઘોષનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું હતું. આ પછી તેને બીજી ટ્વીટ કરી, જે ફરી માત્ર શમી માટે જ છે. તેને લખ્યું છે કે, ‘મોહમ્મદ શમી, સેમીફાઈનલમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમે મારી પાસેથી કેવા પ્રકારનું નૈતિક સમર્થન ઈચ્છો છો. આપણે પહેલા ફાઈનલમાં જ જગ્યા બનાવી છે અને હું ઈચ્છું છું કે તમે હીરો બનો. બાદમાં એક્ટ્રેસે આ ટ્વીટ પણ ડિલીટ કરી દીધું હતું. 2 નવેમ્બરથી શરૂ થયેલી ટ્વિટની આ સિલસિલો અવારનવાર ચાલુ છે. આ બાબતે શમી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ફેન્સને તે ખૂબ જ ફની લાગી રહ્યું છે.
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
પાયલ ઘોષ ત્યારે ચર્ચામાં આવી જ્યારે એક્ટ્રેસે અનુરાગ કશ્યપ પર આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે અનુરાગ કશ્યપે તેનેનું યૌન શોષણ કર્યું હતું. આ મામલે તે કોર્ટમાં પહોંચી હતી. આ મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો અને અનુરાગ કશ્યપે આગળ આવીને આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. પાયલે આ મુદ્દો ઉઠાવ્યા બાદ બીજી ઘણી એક્ટ્રેસે પણ અનુરાગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
અનુરાગ કશ્યપ કેસને મહત્વ મળ્યા પછી એક્ટ્રેસ પાયલ ઘોષે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો. એક્ટ્રેસ પાયલ ઘોષ રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોઈન થઈ. પાયલ ઘોષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરેક મુદ્દે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક બાળક પણ છે. લગ્ન બાદ હસીને ક્રિકેટર પર ઘણા આરોપ લગાવ્યા હતા. બંને વચ્ચેનો વિવાદ ચર્ચામાં હતો.
આ પણ વાંચો: એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો કાર્તિક આર્યન, વીડિયો થયો વાયરલ