Sachin Tendulkar સાથે બોલિંગ કરતો જોવા મળ્યો MC Stan, યુઝર્સે કહ્યું – હક સે Video વાયરલ

|

Apr 21, 2023 | 9:46 AM

MC Stan And Sachin Tendulkar : રેપર એમસી સ્ટેનનું સપનું સાકાર થયું છે. એમસીએ તેના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે ખાસ મુલાકાત કરી હતી. જેનો ફોટો પણ તેણે શેર કર્યો છે

Sachin Tendulkar સાથે બોલિંગ કરતો જોવા મળ્યો MC Stan, યુઝર્સે કહ્યું - હક સે Video વાયરલ

Follow us on

બિગ બોસ 16ના વિજેતા એમસી સ્ટેનની ફેન ફોલોઈંગનો અત્યાર સુધીમાં દરેકને ખ્યાલ આવી ગયો છે. રેપર એમસી માટે ચાહકોનું પાગલપન અનોખું છે. ખુદ એમસી સ્ટેનને પણ તેના ચાહકોનો અંદાજો નથી. બિગ બોસ જીત્યા બાદ રેપર ઘર-ઘરમાં જાણીતો બન્યો છે. MCs હવે જ્યાં પણ જાય છે ત્યાં તેઓ છવાય જાય છે.આ દરમિયાન એમસી સ્ટેન તેના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો.

ગુરુવારે, એમસી સ્ટેને તેના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. રેપર ઓલ-બ્લેક આઉટફિટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે કાળા ચશ્મા સાથે તેનો લુક પૂર્ણ કર્યો કમ્પલીટ કર્યો છે તો તેંડુલકર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

આ પણ વાંચો : KKR vs DC Match Result : સતત 5 હાર બાદ દિલ્હી કેપિટલ્સની પ્રથમ જીત, કેપ્ટન વોર્નરે ફટકારી 59મી ફિફટી

 

 

એમસી સ્ટેનના ચાહકો આ ફોટો લાઈક કરી રહ્યા છે

સચિન તેંડુલકર લાલ શર્ટ અને ક્રીમ પેન્ટમાં જોવા મળ્યો હતો. MCએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે સચિન સાથે ઉભો રહીને પોઝ આપતો જોવા મળે છે. આ ફોટો શેર કરતા રેપરે તેના કેપ્શનમાં લખ્યું છે, Ballin Wit The legend. ક્રિકેટના ભગવાન.
મસી અને સચિનને ​​એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એમસીના ચાહકો આ ફોટો લાઈક કરી રહ્યા છે.

 

 

આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ કમેન્ટ્સ દ્વારા બંનેના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એમસી સ્ટેઈનને મોંઘી ભેટ આપી હતી. જેના માટે રેપરે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને તેનો આભાર માન્યો હતો. સાનિયા મિર્ઝાએ તેને બાલેન્સિયાગા સનગ્લાસ ગિફ્ટ કર્યા હતા, જેની કિંમત 30,000 રૂપિયા છે અને નાઇકીના જૂતાની એક જોડી, જેની કિંમત 91,000 રૂપિયા છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

 

Next Article