Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર, 1942ના રોજ અલ્હાબાદ (આજના પ્રયાગરાજ)માં જન્મેલા અમિતાભે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે વર્ષ 1969માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાન'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભનું કામ પસંદ આવ્યું અને પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
Amitabh Bachchan Family Tree: અમિતાભે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો, પરંતુ તેઓ હંમેશા સિનેમા જગતના ચમકતા સ્ટાર રહ્યા. અમિતાભ પોતાની ફિલ્મોની સાથે-સાથે પરિવાર પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેની પત્ની જયા, પુત્ર અભિષેક કે પુત્રવધૂ ઐશ્વર્યા વિશે બધા જાણે છે. પરંતુ આ સિવાય પણ અમિતાભના પરિવારમાં ઘણા એવા સભ્યો છે, જેમને તમે કદાચ નહિ જાણતા હોવ. આજે અમે તમને તેનું ફેમિલી ટ્રી બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ
અમિતાભના દાદા દાદી
ચાહકોએ અમિતાભ બચ્ચનના માતા-પિતા વિશે ઘણું વાંચ્યું છે પરંતુ તેમના દાદા-દાદીનો ઉલ્લેખ બહુ ઓછો છે. અભિનેતાના દાદા-દાદીનું નામ લાલા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવી છે. તેમને ચાર બાળકો હતા, જેમાં બિટ્ટન, ભગવાનદેઈ, હરિવંશ રાય અને શાલિગરામનો સમાવેશ થાય છે.
હરિવંશ રાયના બે લગ્ન
હરિવંશ રાય બચ્ચન તેમના પિતાના ત્રીજા સંતાન હતા અને તેમણે બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ શ્યામા હતું, જેનું ટીબીની લાંબી બિમારીના કારણે અવસાન થયું હતું. ત્યારબાદ તેણે તેજી સૂરી સાથે લગ્ન કર્યા, તેમની પ્રથમ પત્નીથી તેમને કોઈ સંતાન ન હતું. તેજી સાથે લગ્ન કર્યા પછી, તેમને બે પુત્રો, અમિતાભ અને અજિતાભ હતા.
આ પણ વાંચો : Shilpa Shetty Family tree : માતાથી લઈ પતિ સુધી પરિવાર આવી ચૂક્યો છે વિવાદોમાં, બહેન બોલિવુડમાં રહી નિષ્ફળ
અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી
અમિતાભ બચ્ચને 3 જૂન 1973ના રોજ જયા ભાદુરી સાથે લગ્ન કર્યા, જે સિનેમા જગતની જાણીતી અભિનેત્રી છે. લગ્ન પછી જ જયાએ પોતાનું નામ ભાદુરીથી બદલીને બચ્ચન કરી નાખ્યું. અમિતાભ અને જયાને બે બાળકો છે, અભિષેક અને શ્વેતા.
અજિતાભ અને રામોલા
અમિતાભના ભાઈ અજિતાભના લગ્ન રામોલા સાથે થયા હતા. બંને ભાઈઓ અને તેમના આખા પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. અજિતાભ અને રામોલાને ચાર બાળકો ભીમા, નમ્રતા, નૈના અને નીલિમા છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય
અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. અભિષેક અને ઐશ્વર્યાને આરાધ્યા નામની સુંદર પુત્રી છે. આરાધ્યા બી-ટાઉનની લોકપ્રિય સ્ટારકિડ છે.
શ્વેતા અને નિખિલ નંદા
અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને 16 ફેબ્રુઆરી 1997ના રોજ એસ્કોર્ટ્સ ગ્રુપના બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી અને એક પુત્ર છે. શ્વેતાની દીકરીનું નામ નવ્યા નવેલી નંદા છે, જે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. સાથે જ પુત્ર અગસ્ત્ય નંદા પોતાની અંગત જિંદગીને મીડિયાથી દૂર રાખે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો