AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિલ્પા પર કોર્ટ ગુસ્સે થઈ, કહ્યું પહેલા 60 કરોડ જમા કરો પછી વિદેશ જાઓ આવો છે પરિવાર

Shilpa Shetty : બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલે દરેક સાથે ટક્કર આપે છે. શિલ્પા હવે તેની ઉંમર કરતાં વધુ ફિટ અને સુંદર લાગે છે. રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા પછી શિલ્પાએ તેના ફિગર અને ફિટનેસ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તો ચાલો આજે આપણે વાત કરીએ શેટ્ટી પરિવાર વિશે.

શિલ્પા પર કોર્ટ ગુસ્સે થઈ, કહ્યું પહેલા 60 કરોડ જમા કરો પછી વિદેશ જાઓ આવો છે પરિવાર
| Updated on: Oct 09, 2025 | 1:07 PM
Share

Shilpa Shetty Family tree : આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિવસ છે,  તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 22 નવેમ્બર 2009ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને વિયાન રાજ કુન્દ્રા નામનો પુત્ર છે. વિયાનનો જન્મ 2012માં થયો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા સરોગેસીથી માતા બની હતી. તેની દીકરીનું નામ સમીશા છે. સમીશાએ પોતાની ક્યૂટનેસથી તમામના દિલ જીતી લીધા હતા. શિલ્પાની સાથે બહેન શમિતા શેટ્ટી પણ બોલિવુડમાં અનેક ફિલ્મમાં કામ કરી ચૂકી છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં સમાચારમાં છે. કોર્ટે ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને ઠપકો આપ્યો છે.બેન્ચે કહ્યું. બેન્ચે આગામી સુનાવણી માટે 14 ઓક્ટોબરની તારીખ નક્કી કરી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકોને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. EDના આ દરોડા પોર્નોગ્રાફીના કેસ મામલે છે.બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની માતા સુનંદા શેટ્ટીની ખૂબ જ નજીક છે. બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. બંનેને જોઈને લાગે છે કે તેઓ મા-દીકરીના પણ ઘણા સારા મિત્રો છે. શિલ્પા અને શમિતા શેટ્ટી બંને ખાસ પ્રસંગોએ તેમની માતા સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જુલાઈ 1975 મેંગ્લોરમાં થયો હતો. તેની માતાનું નામ સુનંદા અને પિતાનું નામ સુરેન્દ્ર શેટ્ટી છે. શિલ્પાના પિતા સુરેન્દ્ર શેટ્ટી એક બિઝનેસમેન હતા અને દીકરી શિલ્પા માટે રોલ મોડલ હતા.

આ પણ વાંચો : Shilpa Shetty Controversy : શિલ્પા શેટ્ટી આ વિવાદોમાં ફસાઈ ચૂકી છે, પૂજારીના ચુંબનથી લઈને પતિના કેસ સુધી

જેઓ pharmaceutical industryમાં કામ કરતા હતા. જેનું 74 વર્ષની વયે હાર્ટએટેકથી મોત થયું હતુ, શિલ્પા શેટ્ટી એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. તેણે બાઝીગર (1993) ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા બોલિવૂડ, તેલુગુ સિનેમા અને કર્ણાટિક સિનેમામાં લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું હતું. મુખ્ય ભૂમિકા તરીકે તેમની પ્રથમ વખત ફિલ્મ આગ (1994)માં આવી હતી.

શિલ્પા શેટ્ટી પિતા : સુરેન્દ્ર શેટ્ટી

માતા : સુનંદા શેટ્ટી

પતિ : રાજ કુંદ્રા

બહેન : શમિતા શેટ્ટી

પુત્રી :  સમીશા

પુત્ર : વિયાન

બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા

રાજ અને શિલ્પા લંડનમાં એક પરફ્યુમ બ્રાન્ડના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન મળ્યા હતા. આ તે સમયની વાત છે જ્યારે અભિનેત્રીએ અક્ષય કુમાર સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો. અને બિગ બ્રધર રિયાલિટી શો જીતીને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગયો હતો. શિલ્પા પોતાની જૂની યાદો સાથે કરિયરમાં એક નવો માઈલસ્ટોન હાંસલ કરી રહી હતી અને આ દરમિયાન તેની મુલાકાત બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે થઈ અને બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા.શિલ્પાને મળ્યા પછી, તેણે તેની પત્ની કવિતાને છૂટાછેડા આપી દીધા અને એકબીજાને જાણ્યા પછી, આખરે વર્ષ 2009 માં બંનેએ લગ્ન કરી લીધા.

શમિતાએ ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો પણ અભ્યાસ કર્યો

શિલ્પા શેટ્ટીની બહેનનું નામ શમિતા શેટ્ટી છે.સુનંદા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટીની નાની દીકરી ભલે સફળ ફિલ્મી કારકિર્દી ન બનાવી હોય, પરંતુ તે હજુ પણ વૈભવી જીવન જીવે છે. ફિલ્મ ‘મોહબ્બતેં’થી ડેબ્યૂ કરનાર શમિતાએ ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો પણ અભ્યાસ કર્યો છે અને તેથી જ તે એક્ટિંગની સાથે ગોલ્ડન લીફ નામની કંપની ચલાવે છે. બીજી બાજુ, બિગ બોસ 15 થી, અભિનેત્રીનું નસીબ ચમક્યું છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા થતી જોવા મળી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">