Sulochana Latkar Death: આ દિગ્ગજ એક્ટ્રેસનું થયું નિધન, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યું હતું કામ

Sulochana Latkar Death: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ સુલોચના લાટકરનું (Sulochana Latkar) નિધન થયું છે. તેણે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા ઘણા મોટા બોલિવુડ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું

Sulochana Latkar Death: આ દિગ્ગજ એક્ટ્રેસનું થયું નિધન, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યું હતું કામ
Sulochana Latkar Death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:31 PM

Sulochana Latkar Death: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક કરતાં વધુ બોલીવુડ ફિલ્મોમાં જોવા મળેલી દિગ્ગજ એક્ટ્રેસ સુલોચના લાટકર હવે આ દુનિયામાં નથી. તેમના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. તે લાંબા સમયથી બીમાર હતી.

થોડા સમય પહેલા પણ તેમની ખરાબ તબિયતના સમાચાર સામે આવ્યા હતા, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમના જમાઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેઓ 94 વર્ષના હતા. તેણે શ્વાસ લેવામાં તકલીફ હતી, તેમજ અન્ય વય સંબંધિત બિમારીઓ હતી, જેના માટે સુલોચના લાટકરને મુંબઈની દાદર સ્થિત સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

અમિતાભ-ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યું હતું કામ

સુલોચના લાટકર 94 વર્ષના હતા. તે 40 અને 50 ના દાયકાની ફેમસ એક્ટ્રેસ હતી. તેણે પોતાના કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે. તેણે દિલીપ કુમાર, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું. તે મુકદ્દર કા સિકંદર, રેશ્મા અને શેરા જેવી મોટી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે સ્ક્રીન પર દિલીપ કુમાર, રાજેશ ખન્ના, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા કલાકારોની માતાની ભૂમિકા ભજવી હતી.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

સુલોચનાએ દેવ આનંદ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં જબ પ્યાર કિસી સે હોતા હૈ, પ્યાર મોહબ્બત, દુનિયા, જોની મેરા નામ, અમીર ગરીબ, વોરંટ અને જોશિલા જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

રાજેશ ખન્નાએ સુલોચના સાથે દિલ દોલત દુનિયા, બહારોં કે સપને, ડોલી, કટી પતંગ, મેરે જીવન સાથી, પ્રેમ નગર, અકરમણ, ભોલા ભાલા, ત્યાગ, આશિક હું બહારોં કા અને અધિકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે સુનીલ દત્ત સાથે હીરા, ઝુલા, એક ફૂલ ચાર કાંટે, સુજાતા, મહેરબાન, ચિરાગ, ભાઈ બહેન, રેશમા અને શેરા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : મજૂર સાથે આ અંદાજમાં જોવા મળ્યો સોનુ સૂદ, જીત્યું ફેન્સનું દિલ, જુઓ Viral Video

આવતીકાલે થશે અંતિમ સંસ્કાર

તેના નિધન સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક યુગનો અંત આવ્યો. તેના અંતિમ સંસ્કાર 5 જૂન સોમવારના રોજ શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પ્રભાદેવી સ્થિત તેમના ઘરે રાખવામાં આવશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">