Jeetendra Kapoor Plane Crash Story : જિતેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે, જેમણે લોકો પર પોતાના અભિનયની ઊંડી છાપ છોડી છે. વર્ષ 1964માં ફિલ્મ ‘ગીત ગયા પથ્થરોં ને’થી પોતાના કરિયરની શરૂઆત કરીને તેણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો.
જિતેન્દ્ર તેમના સમયના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે. આજે ભલે તે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ લોકો તેને તેની જૂની ફિલ્મોના કારણે યાદ કરે છે. આજે અમે તમને જીતેન્દ્ર સાથે જોડાયેલી એક એવી જ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે તેઓ તેમની પત્ની શોભા કપૂરના કારણે પ્લેન એક્સિડન્ટનો શિકાર થતા બચી ગયા હતા.
આ પણ વાંચો : Jeetendra Birthday : જીતેન્દ્રને ‘પરિચય’નું સોંગ નહોતુ ગમ્યું, પણ આ વ્યક્તિની ભીની આંખો જોઈને રાજી થયા હતા અભિનેતા
આ વાતનો ખુલાસો જીતેન્દ્રે પોતે લોકપ્રિય ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ના સ્ટેજ પર કર્યો હતો. તેણે જણાવ્યું કે, 1976માં તે કોઈ કામ માટે ચેન્નાઈ જઈ રહ્યો હતો. તેની ફ્લાઈટ સાત વાગ્યે હતી, પરંતુ જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ફ્લાઈટ મોડી છે. તેણે જણાવ્યું કે, તે જ દિવસે કરાવવા ચોથ પણ હતી અને ફ્લાઇટમાં વિલંબ થવાને કારણે તેણે વિચાર્યું કે ઘરે પાછા જઈને તેની પત્નીને કરાવવા ચોથમાં સાથ આપવો જોઈએ.
જિતેન્દ્રએ વધુમાં જણાવ્યું કે, તેણે તેની પત્નીને ઘરે ફોન કરીને કહ્યું કે, તે પાછો આવી રહ્યો છે, ફ્લાઈટ મોડી છે. જો કે, જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ચાંદની રાહ જોઈ રહી હતી અને તેથી તેણે જીતેન્દ્રને એરપોર્ટ પર પાછા જવા દીધા ન હતા. એરપોર્ટ જીતેન્દ્રના ઘરની નજીક હતું અને તેણે જણાવ્યું કે જ્યારે તે તેના ઘરની બાલ્કનીમાં પહોંચ્યો ત્યારે તેણે આકાશમાં આગના ગોળા જેવું કંઈક જોયું. અને તે આગનો ગોળો એ જ વિમાન હતું જેના દ્વારા તે મુસાફરી કરવાના હતા. જો કે કરવા ચોથના કારણે તેની પત્નીએ તેને રોકી લીધો હતો અને તેનો જીવ બચી ગયો હતો.
જિતેન્દ્રએ એ પણ ખુલાસો કર્યો હતો કે, આ ઘટના પછી તેને ઘણા લોકોના ફોન આવવા લાગ્યા, દરેક વ્યક્તિ જાણવા માંગતા હતા કે તે કેમ છે? આ ઘટનામાં લગભગ 96 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું બતાવવામાં આવે છે.