સુનીલ શેટ્ટીના ઘરમાં નવા મહેમાનની એન્ટ્રી? અભિનેતા તરફથી મોટો ખુલાસો

|

Mar 31, 2024 | 11:55 AM

Suniel Shetty : સુનીલ શેટ્ટીના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ટૂંક સમયમાં નવા મહેમાનની એન્ટ્રી કરશે કે કેમ તેના પર એક્ટરે પોતે મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં સુનીલ શેટ્ટીના નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

સુનીલ શેટ્ટીના ઘરમાં નવા મહેમાનની એન્ટ્રી? અભિનેતા તરફથી મોટો ખુલાસો
Athiya Shetty Pregnant

Follow us on

અભિનેતા સુનીલ શેટ્ટી ઘણા વર્ષોથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. ભલે સુનીલ શેટ્ટી બોલિવૂડમાં પહેલા જેટલો એક્ટિવ નથી, પરંતુ તે હંમેશા એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. એટલું જ નહીં, 60 વર્ષની ઉંમરમાં પણ સુનીલ શેટ્ટી ખૂબ જ સુંદર લાગે છે. સુનીલ શેટ્ટીની એવી ફિટનેસ છે જે યુવકને શરમાવે છે. હાલમાં સુનીલ શેટ્ટી રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’માં જજ તરીકે કામ કરી રહ્યો છે. અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આ શોમાં જજ છે.

ફેન્સ સાથે ખુશ ખબર કરશે શેર?

આ દરમિયાન ‘ડાન્સ દીવાને’ રિયાલિટી શોમાં સુનીલ શેટ્ટીએ લેક અથિયા શેટ્ટી વિશે કંઈક એવું કહ્યું, જેના કારણે લોકો અનુમાન લગાવવા લાગ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ પછી આથિયા પણ ફેન્સ સાથે ખુશખબર શેર કરશે? તેવી ચર્ચા હાલમાં સર્વત્ર ચાલી રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ કારણે થઈ રહી છે ચર્ચા

જેની વાત કરીએ તો શોનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હોસ્ટ ભારતી સિંહ, સુનીલ શેટ્ટી અને માધુરી દીક્ષિત સાથે વાત કરતા જોવા મળે છે. ભારતી કહે છે, ‘સુનીલ સર, તમારી દીકરીને બાળક થશે અને તમે નાના બનશો…’ સુનીલ શેટ્ટીના નિવેદને ચર્ચા જગાવી છે.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, ‘હું જ્યારે આગામી સિઝનમાં આવીશ ત્યારે નાનાની જેમ આવીશ…’ અભિનેતાના એક નિવેદને ચર્ચા જગાવી છે. હાલમાં સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટીની પ્રેગ્નન્સીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આથિયા શેટ્ટીના લગ્ન

23 જાન્યુઆરી 2023ના રોજ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેએ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. લગ્નના ફોટા અને વીડિયો પણ વાયરલ થયા હતા.

અથિયાની વાત કરીએ તો અભિનેત્રી સુનિલ શેટ્ટીની પુત્રી હોવાના કારણે ચર્ચામાં છે. આથિયાએ ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી પણ આથિયા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ તે એક્ટિંગમાં પોતાનું સ્થાન બનાવી શકી નહીં.

આથિયા હવે એક્ટિંગથી દૂર છે. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી હંમેશા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેવા માટે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

 

Next Article