Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil Sharma Show : સાચે બંધ થઈ રહ્યો છે કપિલ શર્માનો શો ? આ છે Netflixનો એક્શન પ્લાન

અત્યાર સુધી Netflix પર 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' સ્ટ્રીમિંગમાં નીતુ કપૂર-રણબીર કપૂરથી લઈને આમિર ખાન, સની દેઓલ-બોબી દેઓલ સુધીની અનેક હસ્તીઓએ તેમાં હાજરી આપી છે. લગભગ 6 વર્ષ બાદ સુનીલ ગ્રોવરની પણ કપિલની ટીમમાં એન્ટ્રી થઈ છે અને ફેન્સ આ બંનેની જુગલબંધીને ખૂબ જ માણી રહ્યા છે.

Kapil Sharma Show : સાચે બંધ થઈ રહ્યો છે કપિલ શર્માનો શો ? આ છે Netflixનો એક્શન પ્લાન
Netflix the great indian kapil show
Follow Us:
| Updated on: May 07, 2024 | 7:29 PM

ગયા વર્ષે એટલે કે 2023માં કપિલ શર્માએ સોની ટીવી અને સલમાન ખાનનો સાથ છોડીને નેટફ્લિક્સ જોઇન કર્યું હતું. કપિલે આ પ્રખ્યાત OTT પ્લેટફોર્મ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ શરૂ કર્યો. જો કે કપિલનો શો OTT પર તેના દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યો ન હતો.

કદાચ આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર સમાચાર વાઈરલ થઈ રહ્યા હતા કે કપિલ શર્માનો શો ઓછા દર્શકોના કારણે બંધ થઈ રહ્યો છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી. તો ચાલો આ સમગ્ર મામલા પર એક નજર કરીએ.

કપિલના શોના શૂટિંગના પૂર્ણ થવા અંગે પુષ્ટિ આપી

અર્ચના પુરણ સિંહની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની રેપ-અપ પાર્ટીની પોસ્ટ જોયા પછી એક પ્રખ્યાત મીડિયા પોર્ટલે તેને આ સ્ટોરી વિશે પ્રશ્નો પૂછ્યા હતા.  અર્ચના પુરણ સિંહે આ મીડિયા પોર્ટલને કપિલના શોના શૂટિંગના પૂર્ણ થવા અંગે પુષ્ટિ આપતા કહ્યું કે, તેણે આ કોમેડી કાર્યક્રમના છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને આ પ્રવાસ તે બધા માટે ખૂબ જ અદ્ભુત રહ્યો છે.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

તેમનો જવાબ સાંભળ્યા પછી આ પોર્ટલે વાચકો સાથે એક અધૂરા સમાચાર શેર કર્યા કે કપિલનો શો સની દેઓલ-બોબી દેઓલ સ્પેશિયલ એપિસોડ પછી બંધ થવા જઈ રહ્યો છે અને આ સમાચારે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. આ સમાચાર લખતી વખતે તે એ જણાવવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની માત્ર પ્રથમ સીઝન જ સમાપ્ત થઈ રહી છે.

કપિલનો શો નહી થાય બંધ

નેટફ્લિક્સ પરના દરેક શોની જેમ શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની સીઝન એકમાં 10 એપિસોડ OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે.

કપિલનો શો નેટફ્લિક્સ પર પ્રસારિત થાય તે પહેલા તેની ટીમે આ 10 એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું હતું, પરંતુ સૂત્રો પાસેથી TV9 હિન્દી ડિજિટલને મળેલી માહિતી મુજબ સેલિબ્રિટીઓ કપિલના શોમાં જોડાવા માટે એટલા ઉત્સુક હતા કે Netflixએ કપિલ અને તેની ટીમને સિઝન 1 માટે વધુ ત્રણ એપિસોડ શૂટ કરવાની મંજૂરી આપી.

આ વધારાના 3 એપિસોડ કપિલનો શો ઓન એર થયા પછી શૂટ કરવામાં આવ્યા હતા. મતલબ કે કપિલનો શો દર્શકોને અચાનક વિદાય નહીં આપે પરંતુ 13 એપિસોડ પછી એટલે કે 3 મહિના સુધી દર્શકોનું મનોરંજન કર્યા પછી જ વિદાય લેશે.

સીઝન 2 સાથે પરત આવશે

‘હીરામંડી’ની સ્ટાર કાસ્ટ સાથે રેપર્સ ડિવાઈન અને બાદશાહ, ઈન્ટરનેશનલ સિંગર એડ શીરન, સાનિયા મિર્ઝા અને અન્ય ઘણી હસ્તીઓ આગામી અઠવાડિયામાં કપિલના શોનો ભાગ બનશે અને આ સિઝનના અંત પછી ટીવીની જેમ કપિલ પણ OTTમાંથી થોડો બ્રેક લેશે. પછી તે આગામી વર્ષ અથવા 2024ના અંતમાં નવી સીઝન સાથે Netflix પર પરત ફરશે.

g clip-path="url(#clip0_868_265)">