AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાન સાથે સીએમ મમતા બેનર્જીએ કર્યો ડાન્સ, કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલની થઈ શરુઆત, જુઓ વીડિયો

ઉદ્ઘાટન સમારોહનો સલમાન ખાન અને મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો છે. સલમાને મુખ્યમંત્રી મમતા બેનર્જીનો હાથ પકડીને તેમની સીટ પરથી ઉભા થવા વિનંતી કરી. મમતા બેનર્જીએ પહેલા ના પાડી, પરંતુ પછી મહેશ ભટ્ટ તેમને લઈ જાય છે. મમતા બેનર્જીનો સલમાન ખાન સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

સલમાન ખાન સાથે સીએમ મમતા બેનર્જીએ કર્યો ડાન્સ, કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલની થઈ શરુઆત, જુઓ વીડિયો
CM mamata banerjee - Salman Khan
| Updated on: Dec 05, 2023 | 8:57 PM
Share

કોલકાતામાં વર્ષનો સૌથી એક્સાઈટિંગ સમય શરૂ થયો છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની ફેન્સ દર વર્ષે રાહ જુએ છે. તેની શરૂઆત 5મી ડિસેમ્બરે થઈ છે. ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સલમાન ખાન, મહેશ ભટ્ટ, અનિલ કપૂર, સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા જેવા સ્ટાર્સે હાજરી આપી. આ દરમિયાન સલમાન ખાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

સલમાન ખાન સાથે મમતા બેનર્જીએ કર્યો ડાન્સ

ઉદ્ઘાટન સમારોહનો સલમાન ખાન અને મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને સ્ટેજ પર ઉભેલા જોઈ શકાય છે. સલમાને મુખ્યમંત્રી મમતાને ડાન્સ કરવાની વિનંતી કરી. મમતા બેનર્જીએ પહેલા ના પાડી, પરંતુ પછી મહેશ ભટ્ટ તેમને લઈ જાય છે. બધા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરે છે. સલમાન ખાન અને મમતા બેનર્જી એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 5 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ભારતથી લઈને રોમાનિયા, મેક્સિકો, જર્મની, ફ્રાન્સ સહિત બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનની ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન બ્લેક પેન્ટ સૂટ અને શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લુકમાં પહોંચ્યો હતો. ડાન્સ કરતી વખતે તેને તેનો ફેમસ દબંગ ડાન્સ સ્ટેપ પણ કર્યો. આમાં સોનાક્ષી સિંહાએ તેને સપોર્ટ કર્યો હતો.

અહીં જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

સલમાન ખાને આ સેરેમનીમાં ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી. તેને પોતાનો ફેમસ ડાયલોગ ‘એક બાર મૈંને કમિટમેન્ટ કર દી, ફિર મૈં અપને આપ કી ભી નહીં સુનતા’પણ બોલ્યો હતો. સલમાન ખાનને જોઈને ફેન્સ બૂમો પાડવા લાગ્યા હતા. સલમાન ખાને કહ્યું, ‘આ સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાંથી એક છે. હું અહીં આવીને ખુશ છું.

આ સમારોહમાં શત્રુઘ્ન સિંહાએ પણ ભાગ લીધો હતો. તેમને કહ્યું કે, ‘કોઈપણ ક્ષેત્રના સારા લોકોએ આગળ આવવું જોઈએ અને રાજકારણનો ભાગ બનવું જોઈએ. જો સારા લોકો રાજકારણમાં નહીં આવે તો તમારા પર ખરાબ લોકો શાસન કરશે. સારા માણસોએ આગળ આવવું જોઈએ. મમતા બેનર્જીએ સમયની સાથે પોતાની જાતને સાબિત કરી છે. આ દિવસોમાં મમતા બેનર્જી તમારે ડરવું જોઈએ નહીં, તમે આયર્ન લેડી છો. તમે તમારી લડાઈ ચાલુ રાખો.

આ પણ વાંચો: ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે દીપિકા, ફિલ્મ ‘ફાઈટર’નો ફર્સ્ટ લુક આવ્યો સામે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">