ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે દીપિકા, ફિલ્મ ‘ફાઈટર’નો ફર્સ્ટ લુક આવ્યો સામે
દીપિકા પાદુકોણના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીની આગામી ફિલ્મ ફાઈટરને લઈને સોશિયલ મીડિયા પર ધમાલ મચી છે. જેમાં દીપિકાનો લુક પણ ખુબ જ શાનદાર જોવા મળી રહ્યો છે. સાથે જ ફિલ્માં ઋતિક રોશન પણ તમને જોવા મળશે.

દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. બેક ટુ બેક આવી રહેલી તેની ફિલ્મો પણ આ વાતનો પુરાવો છે કે તે પોતાના કામને કેટલુ મહત્વ આપે છે. હવે તેની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’ને લઈ લોકોનો ક્રેજ જોવા લાયક છે. તાજેત્તરમાં જ ફિલ્મથી દીપિકાનો પહેલો લુક સામે આવ્યો છે. દીપિકાની પ્રથમ ઝલકે લોકોની વચ્ચે એક્સાઈટમેન્ટનું લેવલ વધારી દીધુ છે.
દીપિકા પાદુકોણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની આગામી ફિલ્મનો પ્રથમ લુક જાહેર કર્યો છે. તેના અંદાજને જોઈને સમજી શકાય છે કે ફિલ્મમાં તેનું પાત્ર દમદાર રહેવાનું છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર શેયર થતાં જ ધમાલ મચી ગઈ છે.
જુઓ દીપિકા પાદુકોણનો લુક
View this post on Instagram
દીપિકાના લુકે મચાવી ધમાલ
ફોટોમાં તમે જોઈ શકો છો કે દીપિકાએ પોતાની આંખો પર કાળા ચશ્મા લગાવ્યા છે. તેની સાથે જ ખાખી વર્દીમાં દીપિકાને જોવાનું ફેન્સનું સપનુ પણ પૂરૂ થઈ ચૂક્યુ છે. દીપિકા પોતાના તમામ પાત્રોને સારી રીતે નિભાવે છે. તે જ કારણે તેમની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થાય છે. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મમાં તે પ્રથમવાર Squadron Leaderના પાત્રમાં નજર આવશે.
ક્યારે રિલિઝ થશે ‘ફાઈટર’ ફિલ્મ?
આનંદ રાયના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકાના લુકને ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ઋતિક રોશનની સાથે સ્ક્રીન શેયર કરતી નજરે આવશે. પડદા પર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં આ બંને સિવાય અનિલ કપૂર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024એ થિયેટરોમાં રિલિઝ થવાની છે.
