Breaking News : છુટાછેડાની ચર્ચા વચ્ચે વિજય થલાપતિએ તોડ્યું મૌન, કહ્યું મને મારા લોકોથી કોઈ અલગ ન કરી શકે
થલાપતિ વિજયે છુટાછેડાના સમાચાર પર રિએક્શન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણીના એક મહિના પહેલા જાણી જોઈને તેની પર્સનલ લાઈફ વિશે અફવાઓ ઉડાવવામાં આવી હતી. હવે વિજય થલાપતિએ આ વિશે ખુલાસો કર્યો છે.

સાઉથના જાણીતા સ્ટાર વિજય થલાપતિ હાલમાં પોતાની ફિલ્મથી વધારે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં આવ્યો છે. થલાપતિ વિજયની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા વિવાદોમાં મોટો ખુલાસો થયો છે. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે, થલાપતિ વિજય પોતાની પત્ની સંગીતા સોરનલિંગમ સાથે છુટાછેડા લઈ રહ્યો છે. આ ચર્ચાએ દુનિયાભરમાં ધમાલ મચાવી હતી. ત્યારબાદ વિજય થલાપતિનું નામ તૃષા કૃષ્ણન સાથે જોડાયું હતુ. હવે આ બધા વચ્ચે થલાપતિ વિજયનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન થલાપતિ વિજયના છુટાછેડા સાથે જોડાયેલું છે.
છુટાછેડાની અફવા પર મૌન તોડ્યું
અભિનેતા વિજય થલાપતી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે બીજું કાંઈ નહી પરંતુ તેનું એક નિવેદન છે. જે ખુબ વાયરલ થઈ રહ્યું છે. તમિલનાડુના નેલ્લાઈમાં ભાષણ આપતી વખતે થલાપતિ વિજયે પોતાની પત્ની સંગીતા સોરનલિંગમ સાથેના છુટાછેડા વિશે ચાલી રહેલી અફવા પર ખુલ્લીને વાત કરી છે. તેમણે કહ્યું લોકો વિચારી રહ્યા છે કે, મારી સાથે આગળ શું થશે. તેમણે મારી આજુ-બાજુના કેટલાક લોકોનો ઉપયોગ કરવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો. કેટલાક વર્ષો સુધી રાહ જોયા બાદ તેમણે એક અફવા ફેલાવી હતી. જેના વિશે તમે બધા જાણો છો. પરંતુ આ અફવાની સામાન્ય લોકો પર કોઈ અસર પડશે નહી. વિજય થલાપતિએ આગળ કહ્યું કે, તમે ગમે તેટલી તફલીફ આપો, પરંતુ મારા લોકોથી અલગ કરી શકશો નહી.
તેઓ મને દોષ આપવા માંગે છે
તિરુનેલવેલીમાં થલાપતિ વિજયના ભાષણનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિજયે ભાષણમાં કહ્યું, “તેઓ ફક્ત એક જ વસ્તુ જાણે છે કે વિજયને દોષ આપવો. કરુર વિવાદ વિશે બધા જાણે છે, પરંતુ વિજયને તેના માટે કેમ દોષી ઠેરવવામાં આવતો નથી? આટલા ગંભીર આરોપો છતાં, લોકો વિજયને ટેકો આપી રહ્યા છે. આ શું ચમત્કાર છે? ઠીક છે, તો હવે આપણે શું કરવું જોઈએ? ચાલો ‘જન નાયકન’ ની રિલીઝ બંધ કરીએ. તમે જાણો છો કે તે ફિલ્મને રિલીઝ થતી કોણે રોકી હતી. જ્યારે તે કામ ન કર્યું, ત્યારે વિજય માટે નવા નિયમો બનાવવામાં આવ્યા અને તેના પર SOP લગાવવામાં આવી. હવે તે બહાર જઈને લોકોને મળી પણ શકતો નથી.
એક વીડિયો વાયરલ થયો
થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં ત્રિશા કૃષ્ણન અને વિજય એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આનાથી તેમના અફેરની અટકળો શરૂ થઈ ગઈ હતી.
