AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાથી બોલિવુડમાં પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકીનો આજે છે જન્મદિવસ

નવાઝુદ્દીન સિદ્દીકીએ સિલ્વર સ્ક્રીનથી લઈ ઓટીટી સુધી પોતાની એક્ટિંગથી ધમાલ મચાવે છે. થોડા સમય પહેલા આ સવાલનો જવાબ તેમણે આપ્યો હતો. કે, જો કામ મળવાનું બંધ થઈ જશે. તો તેઓ શું કરશે.

વડોદરાથી બોલિવુડમાં પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકીનો આજે છે જન્મદિવસ
Image Credit source: PTI
| Updated on: May 19, 2026 | 10:59 AM
Share

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવુડના એ અભિનેતાઓમાંથી એક છે. જેમણે નાના રોલથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. વર્ષ 1999માં આવેલી આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં તેની એક એવી ભૂમિકા હતી. જેમાં તેમને કોઈએ નોટિસ કર્યું ન હતુ. પહેલી ફિલ્મમાં રોલ ભલે નાનો હતો પરંતુ આજે તે હિન્દી સિનેમામાં મોટું નામ છે. શાહરુખ ખાન,સલમાન ખાન જેવા મોટા સ્ટારની સાથે તે પડદાં પર મોટા રોલમાં જોવા મળી ચૂક્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીને બોલિવુડમાં અંદાજે 27 વર્ષથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. હવે સિલ્વર સ્ક્રીન જ નહી પરંતુ ઓટીટી પર પણ તેનો દબદબો છે. આજે 19 મેના રોજ નવાઝુદ્દીન સિદ્દિકી તેનો 52મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો ચાલો આજે જાણીએ અભિનેતાનો ફ્યુચર પ્લાન શું છે. તેમજ રિટાયરમેન્ટ વિશે શું વિચારે છે.

કામ નહી મળે તો શું કરશે નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દિન સિદ્દિકીને એક ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું હતુ કે, શું તમારા મનમાં ક્યારેય એવો ખ્યાલ આવે કે, કામ મળવાનું બંધ થઈ જાય તો શું થશે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતુ કે, હું મારી પોતાની ફિલ્મ બનાવવાનું શરુ કરીશ. મનેઆ વાતની બિલકુલ અસુરક્ષા નથી. હું બસ છોડી દેવા માંગુ છું. હવે મને એટલો લગાવ નથી.

પૈસા વગર કામ કરશે અભિનેતા

નવાઝુદ્દીન સિદ્દિકીએ એ પણ કહ્યું કે, જો મને કામ મળવાનું બંધ થઈ જાય તો હું ડાયરેક્ટરની ફૌજ ઉભી કરીશ. હું તેની સાથે કામ કરીશ. તે પણ કોઈ ફી વગર. ખાવાનું તો ક્યાંયથી પણ મળશે. મને કોઈ ચિંતા નથી. પહેલા ચિંતા થતી હતી. પરંતુ હવે થતી નથી.મારી પાસે 2-4 ડાયરેક્ટર છે. તેની સાથે હું ફ્રીમાં કામ કરીશ. અંદાજે 2 મહિના સુધી કામ ચાલશે. તેઓ મને જમાડશે.

રિટાયરમેન્ટ વિશે શું વિચારે છે નવાઝુદ્દિન

ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, એક સમય પછી રિટાયરમેન્ટ લેવું પડે. તો તમે ક્યારે વિચાર્યું છે. બધું છોડી ગામડે જતો રહીશ.નવાઝુદ્દિન સિદ્દિકિને હરિદ્વારની ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી છે. ત્યારબાદ, તેમણે એક વર્ષ માટે વડોદરામાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કર્યું અને પછી નવી નોકરીની શોધમાં દિલ્હી ગયા. ત્યાં નવી દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં પ્રવેશ મેળવવા માટે તેમણે મિત્રોના જૂથ સાથે દસથી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો.

વડોદરામાં કામ કરી ચૂક્યો છે સ્ટાર, પરિણીત હોવા છતાં ‘વેઇટ્રેસ’ સાથે કર્યું હતુ’વન નાઇટ સ્ટેન્ડ’આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">