AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 20ની રિલીઝ તારીખ જાહેર, સલમાન ખાનનો અદભુત અંદાજ , જાણો ક્યારે શરુ થશે બિગ બોસની ધમાલ

જિયો હોટસ્ટાર પર ફાઈનલી એ ઝલક જોવા મળી ચૂકી છે. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. રિયાલિટી શોની દુનિયામાં સૌથી ચર્ચિત શો બિગ બોસ 20નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને હોસ્ટ તરીકે સલમાન ખાન આવી રહ્યા છે.

Bigg Boss 20ની રિલીઝ તારીખ જાહેર, સલમાન ખાનનો અદભુત અંદાજ , જાણો ક્યારે શરુ થશે બિગ બોસની ધમાલ
Image Credit source: AI
| Updated on: Aug 04, 2026 | 1:08 PM
Share

Bigg Boss 20ની રાહ હવે પૂર્ણ થઈ છે. જિઓ હોટસ્ટાર અને કલર્સે આજે બિગ બોસ 20ની ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં ચાહકોને આ સીઝનની પહેલી ઝલક દેખાડવામાં આવી છે. આ સીઝન 6 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. એક નવા અધ્યાયની શરુઆત કરતા સલમાન ખાને પોતાના અંદાજમાં હોસ્ટ તરીકે પરત ફર્યા છે. તે એક ઘોડા સાથે એન્ટ્રી કરે છે. અને રહસ્યમયી વાત કરતા કહે છે કે, જે કરણ -અર્જુનમાં થયું હતુ. તે હવે બિગ બોસમાં થશે.

તથાસ્તુ ટીઝરમાં એક વિઝુઅલ હિંટ પણ છે. જે ચાહકોમાં આ વાતને લઈ એક્સાઈટમેન્ટ જગાવે છે કે, આ સીઝનમાં શું શું થશે.

View this post on Instagram

નવી સીઝન વિશે વાત કરતા સલમાન ખાન કહે છે કે, બિગ બોસની દરેક સીઝન એક નવી રમત નવા સમીકરણ સાથે શરુ થાય છે. પરંતુ આ સીઝનમાં એક રહસ્ય છે. તે પહેલા કોઈ પણ સીઝનથી બિલકુલ અલગ બનાવે છે. પહેલી હિંટ સામે આવી ચૂકી છે. બસ તમારે ધ્યાનથી જોવાની જરુર છે. ટીઝર તો બસ શરુઆત છે.હું એ જોવા માટે ખુબ ઉત્સાહિત છું કે, જ્યારે બિગ બોસ હિન્દી સીઝન 20 શરુ થશે. તો ચાહકો કઈ રીતે આ મિસ્ટ્રી સમજશે.

લોકપ્રિય રિયાલિટી શો

બિગ બોસ નાના પડદા પરનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો છે. તેની સાથે ઘણા શો શરૂ થયા છે, પરંતુ ચાહકોના હૃદયમાંથી  બિગ બોસને દૂર કરવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ લાગે છે. આ જ કારણ છે કે તેણે વીસ સીઝન જોઈ છે, દરેક સીઝન છેલ્લી સીઝન કરતા વધુ સફળ અને લોકપ્રિય હતી. પાછલી સીઝનની વાત કરીએ તો, બિગ બોસ 19, ટીવી સ્ટાર ગૌરવ ખન્ના વિજેતા હતા.

બિગ બોસ 20ની શરુઆત 6 સપ્ટેમ્બરથી શરુ થશે. આ શો 9 કલાકે જિયોહોટસ્ટાર પર આવશે. તેમજ કલર્સ ટીવી પર સાંજે 10:30 કલાકે ટેલીકાસ્ટ થશે. આ વખતે બિગ બોસ 20માં અનેક નવા ચહેરાઓ જોવા મળી શકે છે. હજુ સુધી કોઈ પણ સ્પર્ધકનું નામ ફાઈનલ થયું નથી.

સલમાન ખાને હેલ્થને લઈ આપ્યું અપડેટ, કહ્યું 16 કિલો વજન ઘટાડ્યું અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
g clip-path="url(#clip0_868_265)">