Bhola Review : અજય દેવગનની એક્શન જોરદાર પરંતુ સ્ટોરી નબળી, વાંચો ફિલ્મ ભોલાનો રિવ્યૂ
Bhola Review In Gujarati :અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભોલા' આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ અજય દેવગણે જ ડિરેક્ટ કરી છે. ફિલ્મ જોતા પહેલા રિવ્યુ વાંચો.
ફિલ્મનું નામ: ભોલા
કલાકારો: અજય દેવગન, તબ્બુ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા
ડિરેક્ટરઃ અજય દેવગન
રિલીઝ: થિયેટર
રેટિંગ: ***
બોલિવૂડના ફેમસ એક્ટર અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભોલા’ રામ નવમીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તમિલ ફિલ્મ કૈથીથી પ્રભાવિત, મૂળ ફિલ્મ કરતાં ‘ભોલા‘ કેટલી અલગ છે, શું આ ફિલ્મ આ વીકએન્ડમાં જોવી જોઈએ, શું ભોલાનું ટશન તમને તમારા થિયેટરની સીટ પર જકડીને રાખશે કે નહીં, આ બધાના જવાબો જાણવા માટે વાંચો આ રિવ્યુ
સ્ટોરી કેવી છે ?
ફિલ્મની સ્ટોરી પોલીસ ઓફિસર ડાયના જોસેફ એટલે કે તબ્બુ અને કેદી ભોલા એટલે કે અજય દેવગનની આસપાસ ફરે છે. ભોલા ફિલ્મની સ્ટોરી તબ્બુના અદ્ભુત ફાઈટ સીનથી શરૂ થાય છે. ડાયના જોસેફ એક પ્રામાણિક અને હિંમતવાન પોલીસ અધિકારી છે. ડાયના પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ સતર્ક રહે છે. ડાયના ડ્રગ ડીલરની ટોળકી સાથે હાથ મિલાવીને મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં સફળ થાય છે. આ દરમિયાન તે કેટલાક ગુંડાઓને પકડીને જેલમાં ધકેલી દે છે.
ડાયનાના આ મોટા પગલાને કારણે તે અશ્વથામા એટલે કે આશુ (દીપક ડોબરિયાલ)ના નિશાના હેઠળ આવે છે. આશુ ગામનો બાહુબલી છે, જે રાજકારણીઓ માટે કામ કરે છે. આશુને દેવરાજ સુબ્રમણ્યમ (ગજરાજ રાવ) દ્વારા કોઈક રીતે ડાયનાના પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સ મેળવવાનો આદેશ આપવામાં આવે છે. જ્યારે ડાયના પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સને સુરક્ષિત રાખીને તેના સિનીયર અધિકારી (કિરણ કુમાર)ની નિવૃત્તિ પાર્ટીમાં હાજરી આપે છે, ત્યારે આશુ તેના પોલીસ સ્ટેશન પર હુમલો કરવાની યોજના બનાવે છે.
સૌથી પહેલા તો પાર્ટીમાં સામેલ તમામ પોલીસકર્મીઓના દારૂમાં ડ્રગ્સ ભેળવવામાં આવે છે. જોકે, હાથની ઈજાને કારણે ડાયનાએ દારૂ પીવાની ના પાડી. આ જ કારણ છે કે ડાયના સિવાય તમામ પોલીસકર્મીઓ બેહોશ થઈ જાય છે. હવે એક તરફ ડાયના પાસે તેના સાથી પોલીસકર્મીઓનો જીવ બચાવવાનો પડકાર છે, તો બીજી તરફ ડાયનાને ડ્રગ્સથી બચાવવા સમયસર પોલીસ સ્ટેશન પહોંચવું પડશે.
પરેશાન ડાયનાની નજર ભોલા પર પડી. 10 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ ભોલા જેલમાંથી મુક્ત થયો છે અને તેની પુત્રીને મળવા માટે જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ડાયના ભોલાને તેના વર્દીની ધમકી આપીને તમામ પોલીસકર્મીઓ સાથે હોસ્પિટલ જવા દબાણ કરે છે, પરંતુ ભોલા પોલીસકર્મીઓને સખત નફરત કરે છે. આવી સ્થિતિમાં, ભોલા ડાયનાને કેવી રીતે મદદ કરશે અને તેઓ બંને તેમના મિશનને કેવી રીતે પાર પાડશે, તે આગળ બતાવવામાં આવ્યું છે.
ફિલ્મમાં અભિષેક બચ્ચનનો રોલ દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. અમલા પોલનો પણ ફિલ્મમાં એક નાનો રોલ છે. જો કે, એવી અપેક્ષા છે કે તેના બીજા ભાગમાં, અજય દેવગન સાથે અભિષેક બચ્ચન અને અમલા પોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ કેવી છે?
અજય દેવગનની ફિલ્મ ભોલા તમિલ ફિલ્મ કૈથીની રિમેક છે. આવી સ્થિતિમાં, ફિલ્મની વાર્તા કૈથી જેવી જ છે, પરંતુ પેન ઈન્ડિયાના ચાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ આ ફિલ્મમાં ઘણા ફેરફારો કર્યા છે અને મનોરંજનનો તડકો ઉમેર્યો છે.અજય દેવગણે ફિલ્મમાં સામેલ એક્શન સિન્સને એકદમ નવી રીતે રજૂ કર્યા છે. આજકાલ હોલીવુડ કે સાઉથથી પ્રેરિત એક્શન સીન ફિલ્મોમાં જોવા મળે છે,
એક્શનની સાથે કોમેડી જોવા મળશે
ફિલ્મમાં સંજય મિશ્રાનું પાત્ર ખૂબ જ પ્રભાવિત કરે છે. તેની એક્ટિંગ હંમેશાની જેમ ટ્રેક પર છે. તેમના સિવાય દીપક ડોબરિયાલ અને તબુ સહિતના અન્ય કલાકારો પણ સારી એક્ટિંગ કરતા જોવા મળ્યા છે.ભોલામાં એક્શનની સાથે કોમેડી અને રોમાંસના રંગો ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. IMAX 3D માં એક્શન જોવી એ દર્શકો માટે એક મહાન અને રોમાંચક અનુભવ હોઈ શકે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદભૂત છે. બાઇક સ્ટંટ સીન હોય કે ભગવાન શંકરની મૂર્તિ સામે ભોલાની ફાઇટ સીન હોય, આવા દ્રશ્યો ફિલ્મમાં પ્રાણ પૂરે છે. ફિલ્મનું શૂટિંગ અનેક શાનદાર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.
ઓરિજિનલ એક્શન સિન્સથી ભરપૂર ફિલ્મ ભોલામાં ફિલ્મની વાર્તા પહેલા હાફમાં થોડી ધીમી લાગે છે, પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે.
શા માટે જુઓ?
જો તમે એક્શન ફિલ્મોના શોખીન છો તો ભોલા તમારા માટે જ બની છે. તમને ફિલ્મના સ્ટંટ, ફાઈટ સિક્વન્સ ગમશે. આ ફિલ્મમાં રોમાન્સ અને કોમેડી તમને ‘પૈસા વસૂલ’નો અહેસાસ કરાવશે.
કેમ ન જોવી ફિલ્મ
અજય દેવગનની ભોલાની સ્ટોરીમાં કંઈ નવું નથી. પહેલા પરીઓની સ્ટોરીમાં રાજકુમારને રાજકુમારી સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અહીં રાજકુમારીની જગ્યા મિશને લીધું છે ભલે અજય દેવગણે ઓરિજિનલ એક્શન સીન ડિરેક્ટ કર્યા હોય, પરંતુ હજુ પણ આ સીન સાઉથની ફિલ્મોની યાદ અપાવે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…