આવી રહ્યું છે Bigg Boss OTT 3, સલમાન નહીં પણ આ દિગ્ગજ એક્ટર આ સિઝન કરી શકે છે હોસ્ટ
'બિગ બોસ ઓટીટી'ની સીઝન 3માં મોટો ફેરફાર જોવા મળશે. આ શોની પ્રથમ સીઝન Voot પર શરૂ થઈ હતી. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક કરણ જોહરે આ શોને હોસ્ટ કર્યો હતો. આ શોની સીઝન 2 Jio સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવી હતી અને જિયો સિનેમાએ આ શો માટે સલમાન ખાનને હોસ્ટ તરીકે સાઈન કર્યો હતો.
‘બિગ બોસ મરાઠી’ પછી, ‘બિગ બોસ ઓટીટી’ની સીઝન 3 ને પણ એક નવો હોસ્ટ મળ્યો છે. આ વખતે સલમાન ખાન નહીં પણ ‘ઝકાસ’ અનિલ કપૂર ‘બિગ બોસ ઓટીટી’ની નવી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તેના વ્યસ્ત ફિલ્મ શેડ્યૂલને કારણે સલમાનને માત્ર ટીવી પર બિગ બોસ હોસ્ટ કરવામાં રસ છે.
કારણ છે કે થોડા સમય પહેલા તેણે જિયો સિનેમા માટે સંજય દત્ત અને અનિલ કપૂરના નામ સૂચવ્યા હતા. હવે અનિલ કપૂરે આ શોમાં જોડાવા માટે હા પાડી છે. ટૂંક સમયમાં તે ‘બિગ બોસ ઓટીટી’ની સીઝન 3નો પ્રોમો શૂટ કરવા જઈ રહ્યો છે.
ઘણી વાર ગેસ્ટ તરીકે પણ જોડાયા હતા
અનિલ કપૂરે અગાઉ કલર્સ ટીવી માટે સીરિઝ ’24’ બનાવી હતી. આ સિરીઝમાં તેણે જયસિંહ રાઠોડનું પાત્ર ભજવ્યું હતું. તેણે સલમાન ખાનના બિગ બોસમાં પણ ઘણી વખત ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. પરંતુ હોસ્ટ તરીકે અનિલ કપૂરનો આ પહેલો રિયાલિટી શો હશે.
ટૂંક સમયમાં કલર્સ ટીવી દ્વારા આ અંગેની ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં આવશે. પરંતુ હાલમાં તેણે ‘બિગ બોસ ઓટીટી 3’ વિશે એક રસપ્રદ અપડેટ એક વીડિયો ક્લિપ સાથે ફેન્સ સાથે શેર કરી છે.
જુઓ પોસ્ટ…
Bigg Boss OTT ka naya season dekh kar sab bhool jaaoge.#BiggBossOTT3 coming this June on JioCinema Premium.#BBOTT3onJioCinema #BBOTT3 #BiggBoss #JioCinemaPremium pic.twitter.com/TaRDRtNCEg
— JioCinema (@JioCinema) May 22, 2024
(Credit Source : @JioCinema)
આ સમયે પૈસા ખર્ચવા પડશે
Jio સિનેમાના ઓફિશિયલ હેન્ડલ પર શેર કરવામાં આવેલા ટીઝરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બિગ બોસની નવી સીઝન જોયા પછી તમે બધું ભૂલી જશો. આ વીડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે તે ઝઘડા ભૂલી જશો, તમે તે લવ સ્ટોરી ભૂલી જશો, તમે તે વાયરલ પળને ભૂલી જશો, બિગ બોસ ઓટીટીની આગામી સીઝન જોયા પછી, તમે બાકીનું બધું ભૂલી જશો. કારણ કે આ સિઝન સ્પેશિયલ, એકદમ અદ્ભુત હશે. અનિલ કપૂરનું બિગ બોસ ઓટીટી જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આ વખતે આ શો જોવા માટે ચાહકોએ Jio સિનેમાનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે.