ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ બોર્ડર પર હંમેશા તણાવની સ્થિતિ રહે છે. છેલ્લા 5 દાયકાથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ વર્ષ 2020માં ગલવાન સંઘર્ષમાં ભારતના એક કર્નલ સહિત લગભગ 20 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. આમાં ચીની સેનાને પણ ભારે નુકસાન થયું છે. આ ઘટનાએ ભારત અને ચીનના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. હવે ફિલ્મ ડાયરેક્ટર અપૂર્વ લાખિયા આ ઘટના પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. જેમાં ભારતીય સેનાની બહાદુરીની ગાથા મોટા પડદા પર બતાવવામાં આવશે.
ડાયરેક્ટર અપૂર્વ લાખિયાએ અગાઉ ‘એક અજનવી’ અને ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હવે અપૂર્વ લાખિયાએ ભારતીય સેનાની બહાદુરીની ગાથાને મોટા પડદા પર બતાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મ વિશે ટ્વીટ કર્યું છે.
GALWAN EPISODE: APOORVA LAKHIA TO ADAPT ON BIG SCREEN… #ApoorvaLakhia – director of #EkAjnabee and #ShootoutAtLokhandwala – is all set to bring forth a brave story of the #IndianArmy on the big screen.
The director has acquired the rights of a chapter from the book – titled… pic.twitter.com/lrRc8CX4Jd
— taran adarsh (@taran_adarsh) April 25, 2023
આ પણ વાંચો: કપિલ શર્મા તેના પોતાના કો-સ્ટાર્સને પસંદ નથી કરતા, અત્યાર સુધી આ કોમેડિયન સાથે બગડ્યા છે સંબંધ
આ ફિલ્મની વાર્તા ગલવાન ઘાટી યુદ્ધ પર લખાયેલા પુસ્તક ‘ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3’માંથી લેવામાં આવશે. આ પુસ્તકમાં વર્ષ 2020માં ગલવાન વિસ્તારમાં થયેલી હિંસા વિશે લખવામાં આવ્યું છે. આ પુસ્તક પત્રકાર શિવ અરુર અને રાહુલ સિંહ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને લખવામાં આવ્યું છે.
આ ફિલ્મની વાર્તા અને સ્ક્રીન પ્લે વિશે વાત કરીએ તો સુરેશ નાયર અને ચિંતન ગાંધી સાથે મળીને લખશે. સાથે જ ફિલ્મના ડાયલોગની જવાબદારી ચિંતન શાહને આપવામાં આવી છે. જોકે ફિલ્મની સ્ટારકાસ્ટ અને લીડ રોલને લઈને કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
આ પહેલા અભિનેતા અજય દેવગણ પણ ગલવાન ઘાટી સંઘર્ષ પર ફિલ્મ બનાવવાની વાત કરી ચૂક્યા છે. જોકે આ પહેલીવાર નથી, આ પહેલા પણ ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની વાર્તા સ્ક્રીન પર ઘણી વખત બતાવવામાં આવી છે. આવી ફિલ્મો લોકોમાં દેશભક્તિની ભાવના પેદા કરે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…