AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alok Nath: ‘બાબુજી’ના બર્થ ડે પર સોશિયલ મીડિયા પર ફરતા થયા ફની જોક્સ

આજે આલોક નાથ (Alok Nath) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 1956 માં દિલ્હીમાં જન્મેલા આલોક નાથના જન્મદિવસે તેમના પર વાયરલ થયેલા કેટલાક ફની જોક્સ જણાવીએ.

Alok Nath: 'બાબુજી'ના બર્થ ડે પર સોશિયલ મીડિયા પર ફરતા થયા ફની જોક્સ
Alok nath
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 1:34 PM
Share

આલોક નાથ (Alok Nath) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે, જેમનું નામ સાંભળીને સંસ્કારી પિતાની ઈમેજ સામે આવી જાય છે. રોમેન્ટિક હોરી પાત્રથી કરિયરની શરૂઆત કરનાર આલોક નાથે પિતાનો રોલ કરીને ઓળખ મેળવી હતી અને હવે તે ‘બાબુજી’ના નામથી જ ઓળખાય છે. નાના પડદાના ટીવી શો બુનિયાદથી આલોક નાથને બાબુજી બનાવવામાં આવ્યા હતા. બુનિયાદના અંત તરફના શોમાં 20 વર્ષીય આલોકનાથે 80 વર્ષીય વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. તેમના સંસ્કારી બાબુજી થોડા વર્ષો પહેલા અચાનક સોશિયલ મીડિયાના ‘ડાર્લિંગ’ બની ગયા હતા. તેમના સંસ્કારો, આશીર્વાદ અને કન્યાદાન ફની જોક્સ ફેમસ થયા હતા. આજે તેમના જન્મદિવસના અવસર પર આલોક નાથ પર બનેલા કેટલાક એવા જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચીને તમારા ફેસ પર સ્માઈલ આવી જશે. તો જાણો આલોક નાથ પરના જોક્સ જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા હતા.

  • આલોક નાથ અત્યાર સુધીમાં 10 કન્યાદાન કર્યા હશે.
  • આલોક નાથ પહેલા વ્યક્તિ હતા જેમણે ‘પારલે’ને ‘પારલે જી’ કહીને બોલાવ્યા હતા.
  • આલોક નાથનું ફુલ ફોર્મ, અ લોટ ઓફ કન્યાદાન (બહુ બધાં કન્યાદાન).
  • હું જાણતો નથી કે તમે કોણ છો, પરંતુ હું તમને શોધીશ અને તમારી પુત્રીનું દાન કરીશ.

  • બાળપણમાં આલોક નાથ શાળા છોડીને દીકરીઓના લગ્નમાં જતા હતા.
  • અક્ષય કુમાર : હું જે બોલું છું તે હું કરું છું, જે નથી બોલતો તે હું ડેફિનેટલી કરું છું, આલોક નાથ : હું મારી દીકરીનું કન્યાદાન કરું છું અને જે મારી દીકરી નથી તેનું તો હું ડેફિનેટલી કરું છું.

આ પણ વાંચો

  • આલોક નાથ સ્કૂલમાં ક્લાસ બંક કરીને મંદિરમાં જતા હતા.
  • ટેમ્પલ રન રમતા પહેલા આલોક નાથ પોતાના ચપ્પલ ઉતારે છે.
  • આલોક નાથ એટલા સંસ્કારી છે કે જ્યારે તેમણે ‘ગંદી બાત’ ગીત સાંભળ્યું ત્યારે તેમના કાનમાં ગંગાજળ નાખ્યું હતું.
  • રાહુલ… નામ સાંભળ્યું જ હશે, હું આલોક નાથ, આશીર્વાદ તો લીધા જ હશે.

  • જ્યારે આલોક નાથનો જન્મ થયો ત્યારે નર્સે કહ્યું, અભિનંદન! એક દીકરીનો પિતા પેદા થયો છે.
  • જ્યારે આલોક નાથના ટીચરે બાળપણમાં તેમને પૂછ્યું કે તમે મોટા થઈને શું બનશો તો તેમણે કહ્યું કે, ‘મારે દીકરીઓના બાબુજી બનવું છે.’

g clip-path="url(#clip0_868_265)">