કોરાનાથી સ્વસ્થ થતાં જ અનંત-રાધિકાના રિસેપ્શનમાં પત્ની સાથે પહોંચ્યો અક્ષયકુમાર, જુઓ વીડિયો
બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં પહોંચ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અભિનેતાને કોરોના થયો હતો.
હાલમાં મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ધમાલ જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી તેના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે. જેની શરુઆત 12 જુલાઈથી થઈ હતી. બોલિવુડ સ્ટાર કોરોના પોઝિટિવ હવાથી અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી શક્યો ન હતો, પરંતુ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તે 15 જુલાઈના રોજ અનંત-રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો.
કોરોનાથી સ્વસ્થ થયો અક્ષયકુમાર
હાલમાં સામે આવેલા વીડિયોમાં અક્ષય કુમાર કુર્તા-પાયજામાં જોવા મળી રહ્યો છે. તેની પત્ની સાથે ટ્વિનિંગ કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન ટ્વિંકલ પણ ખુબ સુંદર લાગી રહી હતી. અક્ષયકુમાર અને ટ્વિકંલ ખન્નાને જોઈ ચાહકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ કપલને અનંત-રાધિકાના એક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાને કારણે અત્યારસુધી અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળ્યો ન હતો
View this post on Instagram
ફિલ્મ સરફિરાના પ્રમોશન દરમિયાન તેમણે ટેસ્ટ કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આટલું જ નહિ તેના કેટલાક ક્રુ મેમ્બર પણ પોઝિટિવ આવ્યા હતા, તેવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
કેટલીક ફિલ્મો ટુંક સમયમાં રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે, બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર હાલમાં પોતાની ફિલ્મ સરફિરાને લઈ ચર્ચામાં છે. આ સિવાય તેની કેટલીક ફિલ્મો ટુંક સમયમાં રિલીઝ થશે, અક્ષય કુમારનો એક્શનથી લઈ કોમેડી અવતાર ટુંક સમયમાં જોવા મળશે. તેની અપકમિંગ ફિલ્મોમાં વેલકમ ટુ ધ જંગલ, સિંધમ અગેન, ખેલ ખેલ મે, હેરા ફેરી 3 અને હાઉસફુલ 5 સામેલ છે.
તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની 3 અલગ અલગ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. પહેલી જ્યાં બોલિવુડ સ્ટાર સામેલ થયા હતા. તો બીજી પાર્ટીમાં ટેલિવિઝનના ફેમસ સ્ટાર પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ ત્રીજી પાર્ટી રિસેપ્શનની હતી, તેમજ મુકેશ અંબાણીએ મીડિયા માટે પણ એક અલગથી પાર્ટી રાખી હતી. આ લગ્ન ખુબ મોંઘા લગ્ન હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અનેક દિગ્ગજો સામેલ થયા હતા.