ક્રિકેટર ઋષભ પંત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં પણ બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રીએ ઋષભને લગ્ન માટે પૂછ્યું છે. અભિનેત્રીએ ક્રિકેટરનું નામ લીધા વગર મોટું નિવેદન આપ્યું છે. લગ્ન માટે જીવનસાથી કેવી રીતે શોધવો?
આ સવાલ પૂછ્યા બાદ અભિનેત્રીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સમયે જે અભિનેત્રીની ચર્ચા થઈ રહી છે તે અન્ય કોઈ નહીં પણ અભિનેત્રી ઉર્વશી રૌતેલા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાના અંગત જીવન અને લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે.
તાજેતરમાં ઉર્વશીને કેવો પાર્ટનર જોઈએ છે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું, ‘મારો પાર્ટનર બુદ્ધિશાળી હોવો જોઈએ. તે સરળ હોવો જોઈએ. કારણ કે મને લાગે છે કે હું ખૂબ જ જવાબદાર છું. તેથી મને લાગે છે કે હું એવા વ્યક્તિ સાથે રહી શકું છું જે જવાબદાર હોય, જે તેની પોતાની જવાબદારીઓ સમજે…’
ઉર્વશીને આગળ પૂછવામાં આવ્યું કે, ‘શું તમારે એક જવાબદાર વ્યક્તિ જોઈએ છે, પછી તે ફિલ્મ ઉદ્યોગ હોય કે બિઝનેસમેન?’, અભિનેત્રીએ કહ્યું, ‘હું ફિટનેસ ફ્રીક છું. તેથી હું ઈચ્છું છું કે મારો પાર્ટનર એથ્લેટ હોય..’ ઉર્વશીએ કહ્યું કે, તેને એથ્લેટ પાર્ટનર જોઈએ છે, ત્યારે ચાહકોએ અનુમાન લગાવ્યું છે કે, અભિનેત્રી રિષભ સાથે લગ્ન કરવા માંગે છે. લોકો આને ઋષભ તરફનો ઈશારો સમજે છે.
ઉર્વશી આ પહેલા પણ ઘણી વખત રિષભ પંતને લઈને નિવેદન આપી ચુકી છે. જેના કારણે અભિનેત્રી ચર્ચામાં આવી હતી. ઋષભને અકસ્માત થયો ત્યારે પણ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ક્રિકેટરના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. જેના કારણે અભિનેત્રી ટ્રોલ પણ થઈ હતી.
ઉર્વશી બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ તે અભિનય દ્વારા પોતાને ટકાવી શકી નથી. ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. એક્ટ્રેસની દરેક પોસ્ટ પર ફેન્સ પણ જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા હોય છે.