અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા બચ્ચનનો ડીપફેક વીડિયો વાયરલ થયો

|

Nov 19, 2024 | 5:42 PM

એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે હાલમાં તેનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા બચ્ચનનો ડીપફેક વીડિયો વાયરલ થયો

Follow us on

એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન એ સ્ટાર કિડમાંથી છે. જે ખુબ લાઈમ લાઈટમાં રહે છે. આરાધ્યા માત્ર એશ્વર્યાની દિકરી નથી. પરંતુ બચ્ચન પરિવારની લાડકવાયી પૌત્રી પણ છે. એક બાજુ એશ્વર્યા અને અભિષેક બચ્ચનના છુટાછેડાની ખુબ ચર્ચા થઈ રહી છે. તો બીજી બાજુ તેમની દિકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ડીપફેક વીડિયો ખુબ વાયરલ થયો છે.

આરાધ્યા બચ્ચનનો વીડિયો વાયરલ

એશ્વર્યા રાયની દિકરી આરાધ્યા બચ્ચન હાલમાં ખુબ ચર્ચામાં છે. તેના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો પણ છે. હવે તેનો ડીપ ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં આરાધ્યા બચ્ચનનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે.

સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?
Stock Market : Cochin Shipyard ના શેર બન્યા રોકેટ, જાણો કંપની વિશે
Garlic Benefit : બસ ખાઈ લો રોજ એક કળી વિટામીન B12ની ઉણપ પુરી, આ રીતે કરો ઉપયોગ

 

 

આરાધ્યાનો ડીપફેક વીડિયો વાયરલ

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આરાધ્યાને તેની ઉંમર કરતા પણ વધારે દેખાડવામાં આવી છે. સાથે તે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. તેમજ તે સાડી અને ડ્રેસના લુકમાં જોવા મળી રહી છે.ગીતો પણ ડાન્સ કરી રહી છે.અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની લાડકી પુત્રી માત્ર 13 વર્ષની છે.તે હજુ અભ્યાસ કરી રહી છે. આ સાથે તે તેની માતા સાથે દરેક ઈવેન્ટમાં સાથે જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે, અનેક બોલિવુડ સ્ટારના આ પહેલા ડીપફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં થોડા મહિના પહેલા સાઉથની પોપ્યુલર સ્ટાર રશ્મિકા મંદાનાનો પણ ડીપફેક વીડિયો ખુબ વાયરલ થયો હતો. તેમજ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના ડીપફેક વીડિયોએ ધમાલ મચાવી હતી. હવે આટલી નાની સ્ટાર કિડસનો ડીપફેક વીડિયો વાયરલ થતા તેના ચાહકો પણ ખુબ ગુસ્સે થયા છે.

શું હોય છે ડીપફેક વીડિયો

જો વીડિયો ડીપફેક દ્વારા બનાવવામાં આવ્યો હોય તો તેમાં કલર્સ અને લાઇટિંગ બંને જોવામાં વિચિત્ર લાગશે. ડીપફેક વીડિયોમાં AI જનરેટેડ ઓડિયો હોય છે. વીડિયોની સાથે ઓડિયોની ક્વોલિટીની પણ તપાસ કરો. ડીપફેક વીડિયોમાં બોડી શેપ અલગ હોય છે, ચહેરાની હલનચલન પણ અલગ જોવા મળે છે.

Next Article