બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 એ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. તેની ફિલ્મને દરેક જગ્યાએ પ્રેમ મળી રહ્યો છે અને ચાહકો ફરી એકવાર 21 વર્ષ પહેલા આવેલી ગદરની યાદોને તાજી કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા ભાગ કરતા વધુ કમાણી કરી રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે માત્ર 2 દિવસમાં પહેલા ભાગની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન ફિલ્મને લઈને કેટલાક ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે. પટનામાં એક થિયેટરની બહાર બોમ્બ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે.
એક અહેવાલ અનુસાર, બિહારના પટના સ્થિત એક સિનેમા હોલમાં લોકો જ્યારે સિનેમાઘરની બહાર બોમ્બ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો. જો કે આ દરમિયાન કોઈને નુકસાન થયું નથી. સિનેમા હોલની બહાર ઓછી તીવ્રતાના બે બોમ્બ મળી આવ્યા હતા, જેમાંથી એક બોમ્બ ફાટ્યો પણ હતો. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કાનપુરથી ફિલ્મને લઈને એક હેરાન કરનાર સમાચાર સામે આવ્યા હતા. આ દરમિયાન લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતની વાત કરીએ તો ચર્ચા થિયેટરમાં ખામીયુક્ત એસીની સમસ્યાથી શરૂ થઈ હતી. પરંતુ મામલો વધતો ગયો. જ્યારે લોકોની ફરિયાદ બાદ પણ એસી ઠીક ન થતાં ગરમીના કારણે લોકોના હાહાકાર મચી ગયો હતો. આ દરમિયાન પ્રેક્ષકો અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ ઘટનાસ્થળે આવી હતી પરંતુ મામલો એટલો બગડી ગયો હતો કે પોલીસની સામે પણ ભીડ સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગઈ હતી અને મારામારી થઈ રહી હતી.
આ પણ વાંચો : સુષ્મિતા સેનના કામને સલામ, પાવરફુલ પરફોર્મન્સ, જાણો કેવી છે ટ્રાન્સજેન્ડર પર બનેલી વેબ સિરીઝ ‘તાલી’
ફિલ્મની વાત કરીએ તો સની દેઓલની ફિલ્મ ગદર 2ને લઈને દેશભરમાં લોકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે ભારતમાં જ એક અઠવાડિયામાં 250 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ પછી પણ ફિલ્મની કમાણીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત અમીષા પટેલ, સિમરત કૌર, મનીષ વાધવા, ઉત્કર્ષ શર્મા અને લવ સિન્હા પણ જોવા મળ્યા હતા.