Bigg Boss 15: રાજ કુન્દ્રા કેસમાં ટ્રોલ થવા પર બોલી શમિતા શેટ્ટી, કહ્યું- ‘આ મારી ભૂલ નહોતી’

શમિતા શેટ્ટી (Shamita Shetty) સાથે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ના સ્પર્ધક નિશાંત ભટ્ટ અને પ્રતીક સહજપાલે પણ બિગ બોસ 15 (Bigg Boss 15)ના ઘરમાં પ્રવેશ કર્યો છે.

Bigg Boss 15: રાજ કુન્દ્રા કેસમાં ટ્રોલ થવા પર બોલી શમિતા શેટ્ટી, કહ્યું- 'આ મારી ભૂલ નહોતી'
Shamita Shetty and Raj Kundra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 11:58 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે અભિનેત્રી શમિતા શેટ્ટી (Shamita Shetty)એ બિગ બોસ 15 (Bigg Boss 15)ના ઘરમાં પ્રવેશ કર્યો છે. ઘરમાં પ્રવેશતા પહેલા, શમિતાએ તેના બનેવી રાજ કુન્દ્રાના કેસના કારણે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેને નિશાન બનાવવામાં આવી રહી છે તે અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.

એક અહેવાલ મુજબ રાજ કુન્દ્રાના કેસ અંગે શમિતા શેટ્ટી કહે છે કે “બિગ બોસ ઓટીટીમાં પ્રથમ વખત જવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે પરિસ્થિતિ ઘણી અલગ હતી. કમનસીબે મારા કોઈ દોષ વગર મને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી હતી. ”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

શમિતા શેટ્ટી આગળ કહે છે કે મારા પરિવારને પણ તે સમયે લાગ્યું કે મારા માટે વધુ સારું છે કે હું મારી જાતને આ બધી પરિસ્થિતિઓથી દૂર બિગ બોસ ઓટીટીના ઘરમાં બંધ થઈ જાવ. આ ઘટના પહેલા જ મેં આ શો માટે કમિટ કર્યું હતું અને અમારી સાથે જે બન્યું તેના કારણે હું પાછળ હટવા માંગતી ન હતી. હું મારી કમિટમેન્ટને વળગી રહેવા અને આગળ વધવા માંગતી હતી. જેમ તેઓ કહે છે, ‘શો મસ્ટ ગો ઓન’, મેં પણ મારું કામ ચાલુ રાખ્યું. ”

વિવાદ પહેલા સાઈન કર્યો હતો બિગ બોસ

પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા બાદ શમિતા કહે છે કે “સાચું કહું તો આ સમયે લોકો કામ વગર ઘરે બેઠા છે. તેમણે નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં જો મને ઘરમાં રહેવા માટે પૈસા આપવામાં આવે છે તો પછી હું તે શો કેમ ન કરું? તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને ઘણી એપ દ્વારા પ્રકાશિત કરવાનો આરોપ હતો.

શિલ્પા શેટ્ટીને કરવામાં આવી હતી ટ્રોલ

ગયા મહિને જ્યુડિશિયલ કસ્ટડીમાં થોડા અઠવાડિયા વીતાવ્યા બાદ રાજ કુંદ્રાને જામીન મળ્યા હતા. આ ઘટના બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમની બહેન શમિતા શેટ્ટીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આ ટ્રોલિંગ બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની મનની વાત બધાની સામે રજૂ કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે તેમને મુંબઈ પોલીસ અને ભારતની ન્યાયિક વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે.

આ પણ વાંચો:- Cruise Party EXCLUSIVE Video: ડ્રગ્સ, ડીજે, ડાન્સ સાથે મચી રહી હતી ધૂમ, જુઓ જ્યાં આર્યન ખાન જોડાયો હતો તે પાર્ટીનો વીડિયો

આ પણ વાંચો:- Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">