Cruise Party EXCLUSIVE Video: ડ્રગ્સ, ડીજે, ડાન્સ સાથે મચી રહી હતી ધૂમ, જુઓ જ્યાં આર્યન ખાન જોડાયો હતો તે પાર્ટીનો વીડિયો

ક્રુઝમાં આયોજિત રેવ પાર્ટીનો એક્સક્લુઝિવ વીડિયો અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠીને મળ્યો છે. મુંબઈના સમુદ્ર પર ચાલતા જહાજમાં ત્રણ દિવસ સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:43 PM

મેગાસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી (Mumbai Goa Cruise Drugs & Rave Party) કેસમાં NCB (Narcotics Control Bureau-NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ત્યારથી આ રેવ પાર્ટીની દરેક બાજુ ચર્ચાઓ શરૂ થઈ છે. હવે આ રેવ પાર્ટીનો એક્સક્લુઝિવ વીડિયો અમારી સહયોગી ચેનલ Tv9 મરાઠીને હાથ લાગ્યો છે. મુંબઈના સમુદ્ર પર ચાલતા જહાજમાં ત્રણ દિવસ સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા એનસીબીએ દરોડો પાડી આ પાર્ટી સાથે સંબંધિત સત્યનો પર્દાફાશ કર્યો હતો.

આવી થવાની હતી આ રંગીન પાર્ટી

પ્રથમ દિવસનો કાર્યક્રમ:

મિયામીના ડીજે સ્ટેન કોલેવ સાથે ડીજે બુલ્સ આઈ, બ્રાઉન કોટ અને દિપેશ શર્મા

બીજા દિવસનો કાર્યક્રમ:

બપોરે 1થી રાત્રે 8 વાગ્યા સુધી ફેશન ટીવીની પૂલ પાર્ટીનું આયોજન, પૂલ પાર્ટી દરમિયાન આઈવરી કોસ્ટના ડીજે રાઉલ સાથે ભારતીય ડીજે કોહરાનો શો. રાત્રે 8 વાગ્યા પછી ફેશન ટીવીના મહેમાનો સાથે શેમ્પેન ઓલ-બ્લેક પાર્ટીનું આયોજન. રાત્રે 10થી સવારે 7 વાગ્યા સુધી સ્પેસ મોશન અને અન્ય કલાકારોનું સંગીત કાર્યક્રમ.

ત્રીજા દિવસ માટેનો કાર્યક્રમ:

ત્રીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે ક્રૂઝનું મુંબઈ પરત ફરવાનું શેડ્યૂલ

વીડીયો જુઓ:

આર્યન ખાને ડ્રગ્સ લેવાની વાત કબૂલ કરી છે – NCB

એનસીબીના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આર્યન ખાને કસ્ટડીમાં કબૂલાત કરી છે કે તે ચાર વર્ષથી ડ્રગ્સ લેતો હતો. તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેણે માત્ર ભારતમાં જ નહીં પણ દુબઈ, યુકે અને અન્ય દેશોમાં પણ ડ્રગ્સ લઈ ચુક્યો છે.

પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આર્યન અવારનવાર તેના મિત્ર અને સહ આરોપી અરબાઝ મર્ચન્ટ સાથે ડ્રગ્સ લેતો હતો. આર્યન પૂછપરછ દરમિયાન સમયે સમયે રડતો હતો. એનસીબીએ આર્યનને ફોન દ્વારા શાહરૂખ ખાન સાથે વાત કરવાની પરવાનગી આપી હતી.

એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરૂખ અને ગૌરી ખાનને પણ જાણ હતી કે આર્યન ખાન ડ્રગ્સ લે છે. એનસીબીએ લેન્ડલાઈન ફોન દ્વારા આર્યન ખાનની શાહરૂખ ખાન સાથે વાત કરવી હતી. બે મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં શાહરુખ ખાને આર્યન ખાનને ધીરજ રાખવાની સલાહ આપી.

આ પણ વાંચો :- આર્યનનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યા બાદ બોલિવૂડમાં જૂથવાદ થયો શરૂ, શાહરૂખના મિત્ર Sunil Shettyએ કર્યો આર્યનને સપોર્ટ

આ પણ વાંચો :- Shahrukh Khan Net Worth: આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ત્યારે જાણો કેટલા કરોડના માલિક છે પિતા શાહરૂખ ખાન

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">