અંડરટેકરને પૂછ્યું નામ તો કહ્યું “વિજય દીનાનાથ ચૌહાણ!”, Amitabh Bachchan ખુશ અને શેર કર્યો વિડીયો
અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અંડરટેકર અગ્નિપથ (Agneepath) ફિલ્મનો ડાયલોગ બોલતો નજરે પડે છે.
અમિતાભ બચ્ચને પોતાના અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો એક મીમ છે, જેને અમિતાભ બચ્ચનના હીટ ફિલ્મ અગ્નિપથના પ્રખ્યાત ડાયલોગ પર બનાવવામાં આવ્યો છે. પણ આ વિડીયોમાં ખાસ વાત એ છે કે આ વિડીયોમાં WWE ના સુપર રેસલર અંડરટેકર અને ગોલ્ડબર્ગ વચ્ચે લડાઈ થતી નજરે પડે છે. અંડરટેકર (Undertaker)અને ગોલ્ડબર્ગ (Goldberg) WWEની રેસલર રિંગમાં છે. આ દરમિયાન ગોલ્ડબર્ગ અંડરટેકરને નામ પૂછે છે ત્યારે અંડરટેકર અમિતાભના પ્રખ્યાત ફિલ્મ અગ્નિપથનો ડાયલોગ બોલે છે ” વિજય દીનાનાથ ચૌહાણ”. આ મીમ વિડીયો બહુ જોરદાર બનાવવામાં આવ્યો છે અને અમિતાભ બચ્ચનને પણ ગમી જતાં તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.
https://twitter.com/SrBachchan/status/1348547310960013314?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1348547310960013314%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fkhabar.ndtv.com%2Fnews%2Fbollywood%2Famitabh-bachchan-shares-undertaker-and-goldberg-wwe-video-with-agneepath-dialogue-2350725
આ વિડીયો શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, ” વિજય દિનાનાથ ચૌહાણ, બાપ કા નામ ” અમિતાભ બચ્ચને શેર કરેલા આ વિડીયોને તેમના પ્રસંશકોને પણ ખૂબ ગમ્યો. પ્રસંશકો આ વિડીયો પર કમેંટ લખીને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અમિતાભ બચ્ચન છેલ્લી વાર સુજિત સરકારની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં દેખાયા હતા, જેમાં આયુષ્માન ખુરાનાએ પણ અભિનય કર્યો છે.
અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મ આયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ છે. જેમાં એમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ નજરે પડશે. અને બીજી ફિલ્મ ‘શેહર’ માં ઈમરાન હાશ્મી સાથે અભિનય દેખાશે. આ ઉપરાંત અમિતાભ અજય દેવગન અને રકુલ પ્રીત સાથે ‘મે ડે’ માં પણ દેખાશે. આ ફિલ્મનું નિદર્શન અજય દેવગને પોતે કર્યું છે. હાલમાં અમિતાભ બચ્ચન ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની 12મી સિઝનને હોસ્ટ કરી રહ્યાં છે.