Anant Radhika ના લગ્નમાં 56 નહીં પણ 10 હજાર જાતનું ભોજન પિરસાયું, મીઠાઈઓમાં જોવા મળી હતી આટલી વેરાયટી, જુઓ વીડિયો
Anant Radhika wedding food menu : અત્યાર સુધી તમે અનંત-રાધિકાના લગ્નના ઘણા સીન જોયા હશે, જેમાં તમે તેમના આઉટફિટ અને ડેકોરેશનની ઝલક જોઈ શકો છો. પરંતુ હવે અમે તમને તેમના ફૂડની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમારા મોંમાં પાણી આવી જશે.

Anant Radhika wedding food menu : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ગયા છે. શુક્રવાર 12 જુલાઈ 2024 ના રોજ અનંતે તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે ફેરા ફર્યા. તેમના ગ્રાન્ડ વેડિંગની હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ચર્ચા થઈ રહી છે.
આ કપલના લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડ, રાજકારણથી લઈને રમતગમત ક્ષેત્રની અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી. અંબાણી પરિવારે અનંત-રાધિકાના લગ્નમાં આવેલા મહેમાનો માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા પણ કરી હતી, જેની એક ઝલક અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.
જેમાં અનેક પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો
અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોને 2500 દેશી અને ઈન્ટરનેશનલ વાનગીઓ પીરસવામાં આવી હતી. આ વાનગીઓ વિવિધ ખાદ્ય વિક્રેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરનો આખો ફ્લોર મહેમાનો માટે ખાવા-પીવા માટે રાખવામાં આવ્યો હતો. આ માળ પર કાશીના ઘાટોને રિક્રેઅટ કરવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ બનારસી ચાટની મજા માણી હતી. આ લગ્નમાં મહેમાનોને બનારસી પાન અને મદ્રાસ ફિલ્ટર કોફી પણ પીરસવામાં આવી હતી.
View this post on Instagram
(Credit Source : Viral Bhayani)
સાથે જ આ સાદીમાં 100 થી વધુ નાળિયેરની વાનગીઓ પણ ખાવા માટે ઉપલબ્ધ હતી. આ ઉપરાંત ઈન્દોરની ગરાડુ ચાટ, કેસર ક્રીમ મુંગલેટ જેવી વાનગીઓ પણ મહેમાનોને પીરસવામાં આવી હતી. આ સિવાય અનંત અને રાધિકાના લગ્નમાં હજારો પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું હતું.
આવી વિવિધ મીઠાઈઓ જોવા મળી હતી
View this post on Instagram
(Credit Source : Viral Bhayani)
અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોને વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ ખાવા મળી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારે મહેમાનોને લસ્સી, થંડાઈ, હાયપર રિયાલિસ્ટિક કેક ફ્રુટ્સ,ડેસર્ટ, મીઠાઈઓ, હલવો, ચિક્કી વગેરે સહિતની ઘણી મીઠી વાનગીઓ પીરસવામાં આવી હતી. આ ઉપરાંત બંગાળી અને ગુજરાતી મીઠાઈઓ પણ મેનુમાં સામેલ હતી. તમામ મીઠાઈઓ સ્ટોલ પર સુંદર રીતે શણગારવામાં આવી હતી. એક સર્વિંગ ટ્રે પણ સ્થાપિત કરવામાં આવી હતી. જેથી કરીને મહેમાનોને સરળતાથી મીઠાઈઓ પહોંચાડી શકાય.