અક્ષય કુમારે શરૂ કર્યું ‘રામસેતુ’નું શૂટિંગ, Jacqueline Fernandezએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

જેક્લીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણી વખત તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ 'રામ સેતુ'ના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.

અક્ષય કુમારે શરૂ કર્યું 'રામસેતુ'નું શૂટિંગ, Jacqueline Fernandezએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
Akshay Kumar, Jacqueline Fernandez
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 10:49 PM

ગયા વર્ષે ‘રામસેતુ’ (Ramsetu) ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), જેકલીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામ મંદિરની પૂજા મુહૂર્ત પછી આ ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું. હવે ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું છે. શનિવારે જેકલીને શૂટના લોકેશનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અક્ષય કુમાર તેમની સાથે આ ફોટોમાં જોવા મળી રહ્યા છે.

જેકલીને તેમના ઈન્સ્ટાગ્રામ પર ઉટીના ટી ગાર્ડનમાં શૂટિંગની તસ્વીરો શેર કરી છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું ફરીથી રામસેતુની ટીમ સાથે સેટ પર આવવું સારું લાગી રહ્યું છે, તે પણ મારી પ્રિય જગ્યા ઉટીમાં. અક્ષય બ્લુ શર્ટ અને મેચિંગ પેન્ટ સાથે વાંકડિયા વાળમાં જોવા મળે છે. બીજી બાજુ, જેક્લીન ખુલ્લા વાળ સાથે કેઝ્યુઅલ લુકમાં છે.

જેક્લીને ફોટો શેર કર્યો

અભિનેત્રીએ જેવો જ ફોટો શેર કર્યો. ચાહકોએ અક્ષય અને જેક્લીનના લુક પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એક અહેવાલ અનુસાર અક્ષય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ‘રામસેતુ’નું શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. કોવિડના વધતા જતા કેસોને કારણે શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. અભિષેક શર્મા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને અરુણ ભાટિયા, વિક્રમ મલ્હોત્રા તેનું નિર્માણ કરી રહ્યા છે.

આનંદ એલ રાય સાથે ત્રીજી ફિલ્મ સાઈન કરી

તાજેતરમાં જ અક્ષયે ભૂમિ પેડણેકર સાથે ‘રક્ષા બંધન’ (Raksha Bandhan)નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયે કર્યું છે. આ પહેલા અક્ષયે ‘અતરંગી રે’ (Atrangi Re) સાઈન કરી હતી. તેમણે શુક્રવારે અક્ષય કુમાર સાથે તેમની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ‘ગોરખા’ (Gorkha) છે, જેમાં જનરલ મેજર ઇયાન કાર્ડોઝોનું પાત્ર ભજવશે.

ગઈ કાલે આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. ફિલ્મનું પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું કે કેટલીક વખત તમારી સામે ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ આવે છે કે તમે તેમના પર ફિલ્મ બનાવવા માંગો છો. આવી જ એક ફિલ્મ મહાન ગોરખા યુદ્ધના હીરો મેજર જનરલ ઈયાન કાર્ડોઝો (Ian Cardozo)ના જીવન પર આધારિત હશે.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">