તમાકુ જાહેરાત વિવાદ વચ્ચે અજય દેવગણનુ વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યુ અભિનેતાએ ?
તમાકુના કારણે દર વર્ષે લગભગ એક લાખ કેન્સરના(Cancer) કેસ નોંધાય છે. આવી સ્થિતિમાં જો કોઈ મશહુર વ્યક્તિ આવી કંપનીઓ સાથે જોડાય છે, તો કંપનીને તેમાંથી ઘણો ફાયદો થાય છે.
અજય દેવગણ (Ajay Devgn)ઘણા સમયથી વિમલ એલચીના પ્રોડક્ટની જાહેરાત કરી રહ્યો છે. થોડા સમય પહેલા શાહરૂખ ખાને(Shah Rukh Khan) પણ વિમલ ઈલાઈચીની જાહેરાત માટે અજય દેવગન સાથે હાથ મિલાવ્યા હતા. હાલમાં જ અક્ષય કુમારના આમાં જોડાવાના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ આ ત્રણેય કલાકારોને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થવા લાગ્યા હતા. જો કે, હવે અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા(Social Media) હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે તે વિમલ ઈલાઈચીની જાહેરાત કરવાનો નિર્ણય પાછો ખેંચે છે. પરંતુ આ દરમિયાન અજય દેવગણે એક એવી વાત કહી છે જે તેના ફેન્સને નિરાશ કરી શકે છે.
જાણો અજય દેવગણે શું કહ્યું ?
તમને જણાવી દઈએ કે અજય દેવગણ અને શાહરૂખ ખાન સાથે વિમલ ઈલાઈચીની જાહેરાતમાં દેખાવાના સમાચારને કારણે અક્ષય કુમાર(Akshay Kumar) ઘણો ટ્રોલ થયો હતો. એક તરફ તે ફિલ્મોમાં પોતાને એક આદર્શ નાગરિક તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ પાન મસાલાની જાહેરાતથી તેના ચાહકો ચોંકી ગયા હતા. અક્ષય કુમારની માફી માંગતા સોશિયલ મીડિયા પરનો હંગામો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો, પરંતુ જ્યારે અજય દેવગણને પણ અક્ષયની જેમ સમર્થન આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે જો કેટલીક પ્રોડક્ટ એટલી જ ખરાબ છે, તો તેને વેચવી જોઈએ નહીં.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, અજય દેવગણ તેની આગામી ફિલ્મ ‘રનવે 34’નું પ્રમોશન કરી રહ્યો છે, તેણે કહ્યું કે તે વ્યક્તિગત પસંદગી છે. જ્યારે તમે કંઈક કરો છો, ત્યારે તમે એ પણ જુઓ છો કે તે કેટલું નુકસાનકારક હશે. કેટલાક હાનિકારક છે. હું તેનું નામ લીધા વિના કહીશ કારણ કે હું તેનો પ્રચાર કરવા માંગતો નથી. હું ઈલાઈચીનો પ્રચાર કરતો હતો. મને જે લાગે છે તે જાહેરાતો કરતાં વધુ છે. જો કેટલીક વસ્તુઓ એટલી જ ખરાબ હોય, તો તેને વેચવી જોઈએ નહીં.
એલચીની જાહેરાતને સરોગેટ જાહેરાત કહી શકાય
એલચી માટેની જાહેરાતને સરોગેટ જાહેરાત કહી શકાય. વિમલ એક પાન મસાલા કંપની છે અને આ કંપનીનો હાનિકારક ગુટખા લાખો ભારતીયો સુધી પહોંચે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુટખાના કારણે દર વર્ષે લગભગ એક લાખ કેન્સરના કેસ નોંધાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ પ્રખ્યાત વ્યક્તિ આવી કંપનીઓ સાથે જોડાય છે, તો કંપનીને તેમાંથી ઘણો ફાયદો થાય છે. તેમના મનપસંદ સ્ટાર્સથી પ્રેરિત થઈને લોકો તે કંપનીના ઉત્પાદનો ખરીદે છે, જે તેમના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : અલ્લુ અર્જુને તમાકુની ‘એડ’ ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી