અલ્લુ અર્જુને તમાકુની ‘એડ’ ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી
અક્ષય કુમારે (Akshay Kumar) તેની તમાકુની જાહેરાતને લઈને માફી માંગી છે. જેમાં તેણે લખ્યું છે કે, "હું આ જાહેરખબર અંગે પૂરી નમ્રતા સાથે પાછી ખેંચી લઉં છું. હું આગળના કોઈપણ વિકલ્પની પસંદગી સમજદારીપૂર્વક કરીશ.
બોલિવૂડના (Bollywood) ફેમસ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) આ દિવસોમાં પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર એક તમાકુની જાહેરાતને (Tobacco Advertisement) લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં હતો. તેણે તમાકુની જાહેરાત કરી હતી, જેના વિશે તેના ચાહકો અભિનેતાથી ખૂબ નારાજ હતા. આ જાહેરાતને લઈને અક્ષય ઘણા ટ્રોલ (Akshay Kumar Troll on social media) થયા હતા. હવે અક્ષયે આ સમર્થનને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે તેના ચાહકોની (Fans) માફી માંગી છે.
અક્ષય કુમારે તેના માફી પત્રમાં લખ્યું છે કે, “હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવથી મને આઘાત લાગ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણ પર તમે જે રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરી, હું તમારી ભાવનાઓને માન આપું છું.”
View this post on Instagram
હું હવેથી સમજી-વિચારીને કોઈપણ વિકલ્પ પસંદ કરીશ
ઉપરાંત બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે લખ્યું કે, “હું સંપૂર્ણ નમ્રતા સાથે આમાંથી ખસી ગયો છું. મેં આ જાહેરખબરમાંથી મળેલા તમામ નાણાંનો ઉપયોગ કોઈ ઉમદા હેતુ માટે કરવાનું નક્કી કર્યું છે. કાયદાકીય કારણોસર આ જાહેરાતને નિર્ધારિત સમય માટે પ્રસારિત કરવાનો કરાર છે. એટલું જ નહીં અક્ષયે તેના ચાહકોને ભવિષ્યમાં આવી જાહેરાતોથી સાવચેત રહેવાનું વચન પણ આપ્યું છે. તેણે કહ્યું કે હું સમજી-વિચારીને કોઈપણ વિકલ્પ પસંદ કરીશ. બદલામાં, હું તમારા બધા તરફથી પ્રેમ અને શુભેચ્છાઓ ઈચ્છું છું.
આ જાહેરાતમાં શાહરૂખ અને અક્ષય પણ જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે, આ જાહેરાતમાં અક્ષયની સાથે એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને એક્ટર અજય દેવગન (Ajay Devgan) પણ જોવા મળ્યા હતા. આ એડ પ્રસારિત થતાં જ ફેન્સે સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-