15 દિવસ પછી પુત્રી સાથે ભારત આવી ઐશ્વર્યા, પણ પત્ની અને દીકરીને લેવા ના પહોચ્યો અભિષેક બચ્ચન, જુઓ-Video
ઐશ્વર્યાએ સાસુ જયા બચ્ચન સાથે અણબનાવ અને પતિ અભિષેક બચ્ચનથી છૂટાછેડાની અફવાઓ હોવા છતાં, માતા અને પુત્રી બંને નોર્મલ દેખાતા હતા. ઐશ્વર્યા તેની કારમાં બેસતા પહેલા પાપારાઝીનો આભાર માનવા રોકાઈ હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન 15 દિવસ બાદ પુત્રી આરાધ્યા સાથે અમેરિકાથી ભારત પરત ફરી છે. છૂટાછેડાના કથિત સમાચાર અને બચ્ચન પરિવાર વચ્ચે ચાલી રહેલા અણબનાવ વચ્ચે, ઐશ્વર્યા પહેલીવાર જાહેરમાં આવી છે ત્યારે મોડી રાત્રે બોલિવુડ ડિવા મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળતી જોવા મળી હતી, તે ન્યૂયોર્કથી ભારત પરત ફરી છે. તેના ભારત પરત ફરવાથી તેના ચાહકો ખુશ છે. આ સાથે જ તેના પતિ અને બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચનને ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન ન્યૂયોર્કથી ભારત પહોંચી
ઐશ્વર્યા રાય બચ્ચન વિદેશ ગયા પછી અને અભિષેક બચ્ચનની ‘ગ્રે ડિવોર્સ’ વિશેની પોસ્ટને લાઈક કર્યા પછી બંને વચ્ચે કંઈક ખોટું થયું હોવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. અભિનેત્રીને પુત્રી આરાધ્યા સાથે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તે જ સમયે, અભિનેત્રીને ફરીથી એકલી જોઈને, ટ્રોલર્સ અભિષેક બચ્ચનની આકરી ટીકા કરી રહ્યા છે.
એરપોર્ટ પર જોવા મળ્યા મા-દીકરી
Viral bhayaniની પોસ્ટ મુજબ ઐશ્વર્યા અને આરાધ્યા બન્ને એરપોર્ટ પરથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બન્ને એકલા હતા, જુનિયર બચ્ચન પત્ની અને પુત્રીને લેવા પહોંચ્યા ન હતા. જે બાદ ફેન્સ અભિષેકને ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
અભિષેક બચ્ચન ના પહોંચ્યો બન્નેને લેવા
ઐશ્વર્યાએ સાસુ જયા બચ્ચન સાથે અણબનાવ અને પતિ અભિષેક બચ્ચનથી છૂટાછેડાની અફવાઓ હોવા છતાં, માતા અને પુત્રી બંને નોર્મલ દેખાતા હતા. ઐશ્વર્યા તેની કારમાં બેસતા પહેલા પાપારાઝીનો આભાર માનવા રોકાઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ ટ્રોલ્સ હવે અભિષેક બચ્ચનની ટીકા કરી રહ્યા છે.
યુઝર્સ અભિષેકને કરી રહ્યા ટ્રોલ
એક યુઝરે લખ્યું – ‘મા એકલી પોતાની દીકરીનું ધ્યાન રાખી રહી છે. પરંતુ પપ્પા માત્ર બાપુ અને અમ્મા સાથે જ રહે છે…’ અન્ય યુઝરે લખ્યું – ‘અભિષેક માત્ર પોતાના પરિવાર સાથે જ વ્યસ્ત છે.’ અન્ય એક યુઝરે લખ્યું – ‘શું જોડી છે મા દીકરીની પણ હસબન્ડ હમેંશા મિસિંગ.’આ બધામાં એક યુઝર્સે તો ઐશ્વર્યાને ફરી લગ્ન કરવાની સલાહ આપી છે.