Aashram Season 4 Teaser: આશ્રમ-4ની એક ઝલક સામે આવી, જાણો હવે કયો ટ્વિસ્ટ લાવી રહી છે નવી સિઝન

|

Jun 03, 2022 | 5:59 PM

બદનામ બાબાનો દરવાજો ખુલવાનો છે. આ સાથે આશ્રમ સીઝન 4 (Aashram 4)ની એક નાની ઝલક રજૂ કરવામાં આવી છે. 1 મિનિટના ટીઝરમાં બાબા પોતાને ભગવાન કહેતા જોવા મળે છે.

Aashram Season 4 Teaser: આશ્રમ-4ની એક ઝલક સામે આવી, જાણો હવે કયો ટ્વિસ્ટ લાવી રહી છે નવી સિઝન
Aashram season 4 Teaser

Follow us on

Aashram’ Season 4 Teaser : બોબી દેઓલ(Bobby Deol)ની પોપ્યુલર વેબ સિરીઝ આશ્રમની ચર્ચા ચારેબાજુ છે. સિરીઝની સીઝન 4 માં આશ્રમની ઝલક સામે આવી છે. આ સાથે આશ્રમ સીઝન 4નું ટીઝર પણ શુક્રવાર, 3 જૂને સામે આવ્યું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. લગભગ 1 મિનિટના આ ટીઝરમાં એક પછી એક તમામ ટ્વિસ્ટ લોકોને જોવા માટે મજબૂર કરી દેનારા છે. ટીઝરમાં બાબાનું પાત્ર ભજવનાર એક્ટર બોબી દેઓલ (Bobby Deol)પોતાને ભગવાનનો દરજ્જો આપતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સીરિઝમાં બાકીના પાત્રોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, સીઝન 4 ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થઈ શકે છે. વાત કરીએ ફિલ્મના રિલીઝ થયેલા ટીઝરની.

આશ્રમની નવી સીઝનનું નામ છે એક બદનામ આશ્રમ સીઝન 4માં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા જઈ રહ્યો છે. બોબી દેઓલની જોરદાર એક્ટિંગ જોઈને લોકો તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટીઝરની શરૂઆત એક મોટા સવાલ સાથે થાય છે. જે ઘણા ટ્વિસ્ટ સાથે બતાવવામાં આવે છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

રિલીઝ થયેલા આ 1 મિનિટના ટીઝરમાં બાબા બોબી દેઓલ લોકોની નજરમાં પોતાને ભગવાન કહેતા જોવા મળે છે. તે પોલીસને કહેતો જોવા મળે છે કે, તમે ભગવાનની ધરપકડ કેવી રીતે કરી શકો. આ એક મિનિટના વીડિયોમાં, અન્ય પાત્રે લોકોનું ધ્યાન ખેંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પમ્મી પહેલવાન એટલે કે અભિનેત્રી અદિતિ પોહનકરના ઘણા સીન ટ્વિસ્ટ સાથે બતાવવામાં આવ્યા છે. આ જોયા પછી, આશ્રમના ચાહકો હવે આખી સીરિઝની વાર્તા જોવા માટે ઉત્સુક છે.

અદિતિ પોહનકરની એક્ટિંગે સૌનું ધ્યાન ખેંચ્યું

અદિતિ પોહનકરની શાનદાર એક્ટિંગથી તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે જ સમયે, એવા ઘણા દ્રશ્યો છે જેમાં ત્રિધા ચૌધરીની ઝલક પણ બતાવવામાં આવી છે. પમ્મીના પરિવારના સભ્યો તેના આશ્રમમાં પાછા ફરવા અંગે પ્રશ્નો પૂછતા જોવા મળે છે. ધમાકેદાર ટ્વિસ્ટ સાથે રિલીઝ થયેલા આ ટીઝરે લોકોમાં હલચલ મચાવી દીધી છે.

ટીઝરનો અંત જબરદસ્ત ટ્વિસ્ટ સાથે થયો

શ્રેણીના અંતને જબરદસ્ત ટ્વિસ્ટ આપીને દર્શકોને બેચેન બનાવી દીધા છે. ટીઝરના અંત સાથે પમ્મીને દુલ્હનની જોડીમાં બતાવવામાં આવી છે. જેણે લોકોના મનમાં રહેલા તમામ પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. આ ત્રણેય સિઝનની સૌથી મોટી ખાસિયત એ છે કે દર્શકોએ તેને ખૂબ પસંદ કરી છે.

ચાહકોની ખુશીની કોઈ સીમા નથી

ટીઝર શેર થતાની સાથે જ ચાહકોએ સતત પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર આશ્રમના ચાહકો પણ ટીઝરના રિલીઝની ખુશી કોમેન્ટ દ્વારા શેર કરી રહ્યા છે. સિરીઝની આ ત્રીજી સીઝનમાં બોબી દેઓલ ઉપરાંત ત્રિધા ચૌધરી, ચંદન રોય, દર્શન કુમાર અને એશા ગુપ્તા જેવા સ્ટાર્સ છે.

શું આ ફિલ્મ પાછલી સિઝનને ટક્કર આપી શકશે?

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બોલિવૂડ ફિલ્મમેકર પ્રકાશ ઝા દ્વારા આ આખી સિરીઝ કઈ સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. તે જ સમયે, તે જોવાનું રસપ્રદ રહેશે કે શુંબાબાની આ સિઝન અગાઉની સિઝનને ટક્કર આપવા સક્ષમ છે કે પછી પોતાને ભગવાન તરીકે ઓળખાવતા બોબી દેઓલના પાત્રને લોકો કેટલું પસંદ કરે છે.

Next Article