AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે.

UP Election 2022: યુપીમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથે કહ્યું- રાજ્યમાં પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો
Yogi Adityanath
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:13 PM
Share

યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

સુશાસન મોડલને ઉત્તર પ્રદેશના લોકોના આશીર્વાદ મળ્યા

યોગી આદિત્યનાથે કહ્યું, શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓનો આભાર માનું છું. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમને પ્રચંડ બહુમતી મળી છે. આ માટે હું તેમનો આભારી છું. આ જીત માટે હું ભાજપ અધ્યક્ષ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓનો આભાર વ્યક્ત કરું છું. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપના સુશાસન મોડલને આશીર્વાદ આપ્યા છે. આ સાથે પરિવારવાદનો ત્યાગ કરવામાં આવ્યો છે.

વિજય ભાષણ ‘જય શ્રી રામ’ ના નારા સાથે સમાપ્ત થયું

વિપક્ષ પર નિશાન સાધતા લખનૌ બીજેપી ઓફિસથી સીએમ યોગીએ કહ્યું, જ્યારે અમે કોરોનાના સમયગાળા દરમિયાન જનતા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ લોકો ભાજપ વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા, ભાજપ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. આપણે આપણી સંવેદનાને ઉત્સાહથી જાળવી રાખવાની છે. આપણે સામાન્ય લોકોમાં પોતાને સાબિત કરવાના છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં યુપી દેશનું નંબર વન રાજ્ય બનશે. યોગી આદિત્યનાથે પોતાનું વિજય ભાષણ ‘જય શ્રી રામ’ના નારા સાથે સમાપ્ત કર્યું.

યોગીએ સપાના સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય પંકજ સિંહ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની નોઈડા વિધાનસભા બેઠક પરથી એક લાખ 79 હજાર મતોથી જીત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો : UPમાં ફરી ખીલ્યું કમળ: નોઈડા વિધાનસભા બેઠક પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહે મેળવી શાનદાર જીત

આ પણ વાંચો : Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">