UPમાં ફરી ખીલ્યું કમળ: નોઈડા વિધાનસભા બેઠક પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહે મેળવી શાનદાર જીત
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારનો મેજિક હજુ પણ યથાવત રહ્યો છે. ભાજપના ઉમેદવાર પંકજ સિંહે આજે જંગી બહુમતી સાથે નોઇડા વિધાનસભા બેઠક પરથી ઝળહળતી જીત મેળવી છે. ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને તમામ વિપક્ષના સુપડાં સાફ કરી નાખ્યા છે.
ઉત્તરપ્રદેશ (UttarPradesh) યોગી સરકારની વિજયકૂચ સતત યથાવત રહી છે. નોઈડા (Noida) વિધાનસભા બેઠક વર્ષ 2022 ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના (BJP) પંકજ સિંહની (Pankaj Singh) શાનદાર જીત થઈ છે. તેમની વિરુદ્ધ રહેલા સપાના (SP) ઉમેદવાર સુનિલ ચૌધરી અને કોંગ્રેસના (Congress) પંખુડી પાઠકને હારનો કડવો સ્વાદ ચાખવો પડ્યો છે.
નોઈડા વિધાનસભા બેઠક ખાતેથી ભાજપના ઉમેદવાર પંકજ સિંહનો 70.84 % જેટલી જંગી બહુમતી સાથે વિજય થયો છે. જ્યારે સપાના ઉમેદવાર સુનિલ ચૌધરીને 16.42% અને પંખુડી પાઠકને માત્ર 4.36% જેટલા જ મત મળતા તે બંનેનો કારમો પરાજય થયો છે. જ્યારે બસપાના ઉમેદવાર કૃપા રામ શર્માને 5.04 % મત મળ્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે (10/03/2022) યોજાયેલી મત ગણતરીમાં ભાજપે નોઈડા વિધાનસભા બેઠક પર જોરદાર જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર પંકજ સિંહને 1,46,033 મત મળ્યા છે. જ્યારે તેમના મુખ્ય હરીફ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને માત્ર 33,843 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પંખુરી પાઠકને 8,989 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના પંકજને 3,945 મત મળ્યા છે. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કૃપા રામ શર્માને 10,393 મત મળ્યા છે.
નોઈડા વિધાનસભા સીટ પર 8 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર પંકજ સિંહ આગળ નીકળી ગયા હતા. પંકજ સિંહને 1,02,504 વોટ, સપાના સુનીલ ચૌધરીને 23,939 વોટ, બસપાના કૃપારામ શર્માને 7,261 વોટ, કોંગ્રેસના પંખુરી પાઠકને 6,831 મત મળ્યા. તે જ સમયે, ગણતરીના 7 રાઉન્ડ પછી પંકજ સિંહ – 45,074 મત, સુનીલ ચૌધરી – 11,743 મત, કૃપા રામ શર્મા – 2,509 મત, પંખુરી પાઠક – 2,877 મત, પંકજ અવના -1,660 મત અને NOTA – 510 મત મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નોઇડા વિધાનસભા બેઠક પરથી શાનદાર જીત મેળવનારા પંકજ સિંઘ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર છે. રાજનાથ સિંઘને 3 સંતાનો છે, જેમાં અન્ય નીરજ સિંહ અને પુત્રી અનામિકા સિંહનો પણ સમાવેશ થાય છે. યોગી સરકારે ફરી એકવાર યુપી ખાતે તેમનું શાસન જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો – PM Modi Address Live: 4 રાજ્યમાં પ્રચંડ જીત બાદ PM મોદી 7 વાગ્યે ભાજપ હેડક્વાર્ટરથી કરશે સંબોધન