Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

આ સાથે કોંગ્રેસે ગોવામાં પણ પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે.

Punjab Election Results 2022: કોંગ્રેસે હાર માટે કેપ્ટન અમરિંદરને જવાબદાર ઠેરવ્યા, ચિદમ્બરમે ગોવામાં હાર સ્વીકારી, સોનિયા ગાંધીએ બોલાવી બેઠક
Sonia Gandhi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:16 PM

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોથી કોંગ્રેસને (Congress) મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં કોંગ્રેસનો દેખાવ પહેલા કરતા પણ ખરાબ જોવા મળી રહ્યો છે. પંજાબમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપની રાજનીતિમાં વ્યસ્ત છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 93 સીટો જીત્યા બાદ રણદીપ સુરજેવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હાર માટે કોંગ્રેસની નેતાગીરી કે અન્ય કોઈ નેતાને દોષી ઠેરવ્યા ન હતા, પરંતુ હાર માટે કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ સાડા ચાર વર્ષ પંજાબના સીએમ હતા અને જનતા તેમનાથી નારાજ હતી.

આ સાથે કોંગ્રેસે ગોવામાં પણ પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો કોંગ્રેસની અપેક્ષાઓ વિરુદ્ધ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અમે ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામોની અપેક્ષા રાખી હતી, પરંતુ અમે સ્વીકારીએ છીએ કે અમે લોકોના આશીર્વાદ મેળવવામાં નિષ્ફળ ગયા. અમે AAP અને ભગવંત માનને પંજાબ માટે અભિનંદન પાઠવીએ છીએ.

સોનિયા ગાંધીએ કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવી

ANI ન્યૂઝ અનુસાર, રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે ગોવા અને ઉત્તરાખંડમાં પૂરી તાકાતથી લડ્યા, પરંતુ જનતાને મનાવી શક્યા નહીં. અમે ધાર્મિક મુદ્દાઓ સિવાય પ્રજાના મુદ્દા પર ચૂંટણી લાવવાના સતત પ્રયાસ કર્યા છે. શિક્ષણ, આરોગ્યથી લઈને દરેક બાબતમાં અમે સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, પરંતુ ભાવનાત્મક મુદ્દાઓ લોકો પર પ્રભુત્વ ધરાવે છે.

અમે ચૂંટણી જીતીએ કે હારીએ, પરંતુ અમે લોકોના મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખીશું. અમે આત્મનિરીક્ષણ કરીશું અને હારના કારણો પર વિચાર કરીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે.

કોંગ્રેસે ગોવામાં પણ હાર સ્વીકારી

ANI ન્યૂઝ અનુસાર, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, ગોવાના લોકોના આદેશને સ્વીકારે છે. અમારા ઉમેદવારો સારી રીતે લડ્યા અને અમારા 11 ઉમેદવારો અને સાથી પક્ષના એક સભ્ય જીત્યા. ગોવાના લોકોએ ભાજપને જીતાડ્યો છે જેને અમે સ્વીકારીએ છીએ.

આ પણ વાંચો : Punjab Election Results: કોંગ્રેસ માટે આંતરકલેહ બન્યુ હારનું કારણ! સિદ્ધુએ કહ્યું- ‘લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે’, AAPને અભિનંદન

આ પણ વાંચો : Punjab Election Results 2022: 5 રાજ્યોમાં પ્રથમ સીટ પર પરિણામ આવ્યું, ભાજપના ઉમેદવાર અશ્વિની શર્મા પંજાબના પઠાણકોટથી જીત્યા

g clip-path="url(#clip0_868_265)">