AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ભ્રષ્ટ ગણાવ્યા હતા.

Punjab Election 2022: 'કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ', ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર
CM Charanjit singh channi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:10 PM
Share

Punjab Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હાલ નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું હતુ. તેમણે ચન્નીને (CM Charanjit Singh Channi) ભ્રષ્ટ ગણાવીને તેના પર આકરા પ્રહાર કર્યા હતા.

ચન્નીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા

આ સાથે પંજાબમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. જેના પર હવે સીએમ ચન્નીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આ કેજરીવાલના સર્વે નથી, જ્યાં 5 હજારની વાત કર્યા પછી લાખો કહો, આ ખુલ્લા સર્વે છે. કેજરીવાલ પાસે કહેવા માટે કંઈ નથી. મેં ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે. સિદ્ધુના નિવેદનને સમર્થન આપતાં તેમણે કહ્યુ કે, હું તેમના નિવેદન સાથે સહમત છું જેનાથી પંજાબમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. મેં રાજ્યમાંથી રેતી માફિયાઓને ખતમ કર્યા છે. જેના કારણે આજે હું રેત માફિયા કેજરીવાલ માફિયાનો દુશ્મન બની ગયો છું.

ED ના દરોડા બાદ કેજરીવાલ અને ચન્ની વચ્ચે ખેંચતાણ

પંજાબમાં EDના દરોડા બાદ ચરણજીત ચન્ની અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. શુક્રવારે ચમકૌર સાહિબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા સીએમ ચન્નીએ કેજરીવાલ સામે મોરચો ખોલ્યો હતો. ચન્નીએ કહ્યુ કે કેજરીવાલે હદ વટાવી દીધી છે. ઉપરાંત ચન્નીએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને માફી માંગવાની આદત છે.

કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ

ગડકરી, મજીઠિયા, જેટલીએ બધાની માફી માંગી છે. ચૂંટણીમાં તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે. હું કેજરીવાલને માફી માંગીને છોડવાનો નથી. હું કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરવા જઈ રહ્યો છું. જ્યારે પત્રકારોએ ચન્નીને પૂછ્યું કે કોંગ્રેસમાં સીએમનો ચહેરો કોણ બનશે, ચન્ની, સિદ્ધુ કે જાખડ તો તેમણે કહ્યું કે આ થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો : ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">