Goa Assembly Election: પંજાબ બાદ આમ આદમી પાર્ટી આવતીકાલે ગોવામાં સીએમ ઉમેદવારના નામની કરશે જાહેરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ ઉમેદવારના નામની જાહેરાત કરશે.
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની (Assembly Election 2022) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સત્તા મેળવવામાં લાગેલા તમામ રાજકીય પક્ષો જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરતા જોવા મળે છે. આમ આદમી પાર્ટીએ (Aam aadmi Party) પણ આ વખતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે કમર કસી છે. હાલમાં જ પાર્ટી દ્વારા રાજ્યમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખૂબ જ જલ્દી ગોવામાં સીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ ઉમેદવારના નામની જાહેરાત કરશે.
આ પહેલા પાર્ટીએ પંજાબના સીએમ ઉમેદવારની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે ભગવંત માન પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. કેજરીવાલે એક જાહેર સભામાં આ જાહેરાત કરી હતી. 48 વર્ષીય માન સંગરુરથી બે વખત લોકસભાના સાંસદ અને પાર્ટીના રાજ્ય એકમના વડા છે.
Aam Aadmi Party national convenor and Delhi CM Arvind Kejriwal to announce party’s CM candidate for Goa during a press conference in Panaji on January 19
(file photo) pic.twitter.com/ql67Jvipg0
— ANI (@ANI) January 18, 2022
સીએમ કેજરીવાલે ઘણી મોટી જાહેરાતો કરી છે
ગોવાની વાત કરીએ તો રવિવારે અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ઘણા ચૂંટણી વચનો આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જો રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દરેકને રોજગાર આપવામાં આવશે અને જો તેઓ આપી શકતા નથી તો બધાને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ સિવાય મહિલાઓ માટે કેજરીવાલે જાહેરાત કરી હતી કે 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1000 રૂપિયા આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ગોવા વિધાનસભા ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી છે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. ગોવાની સાથે અન્ય ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે મતગણતરી થશે.
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 40 વિધાનસભા બેઠકોમાંથી 25 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAPની ત્રીજી યાદીમાં 5 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બીજી યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : UP Election: RLD નેતાઓને ટિકિટ મળ્યા બાદ SP કાર્યકરોનો બળવો, વધી શકે છે અખિલેશ-જયંતની મુશ્કેલીઓ
આ પણ વાંચો : કોરોનાની સારવાર અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવી માર્ગદર્શિકા, જાણો ગાઈડલાઈન્સમાં શું ફેરફાર થયા