જમ્મુ-કાશ્મીર: ગુરેઝ સેક્ટરમાં ‘સૈન્ય હેલિકોપ્ટર’ ક્રેશ, બર્ફીલા વિસ્તારમાં સૈન્યે હાથ ધરી બચાવ-રાહત કામગીરી
આ સમયે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પગપાળા અને હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પર ભારતીય સેના અને વાયુસેનાએ તરત જ ગુજરાન નાળા વિસ્તારમાં બચાવ ટીમ મોકલી છે.
જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે ભારતીય સેનાનું (Indian Army) ચિતા હેલિકોપ્ટર (Cheetah helicopter) ક્રેશ થયું હતું. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોએ બચાવ અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હેલિકોપ્ટરના ક્રૂને બચાવવા માટે બચાવ ટુકડી બર્ફીલા વિસ્તારમાં પહોંચી ગઈ છે. સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી છે. માનવામાં આવે છે કે પાયલોટ અને કો-પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
An Indian Army Cheetah helicopter has crashed in the Baraum area of Gurez sector of Jammu and Kashmir. The search parties of the security forces are reaching the snow-bound area for the rescue of the chopper crew. More details awaited: Defence officials pic.twitter.com/LMFunz5c0a
— ANI (@ANI) March 11, 2022
વાયુસેનાએ મોકલી બચાવ ટીમ
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ગુરેઝના તુલૈલ વિસ્તારમાં નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેના પર ભારતીય સેના અને વાયુસેનાએ તરત જ ગુજરાન નાળા વિસ્તારમાં બચાવ ટીમ મોકલી.
આર્મી પાસે છે 200 ચિતા હેલિકોપ્ટર
ચિત્તા એ સિંગલ એન્જીનવાળું હેલિકોપ્ટર છે. જેમાં મૂવિંગ મેપ ડિસ્પ્લે, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી મુખ્ય સુવિધાઓનો અભાવ છે. તેની પાસે ઓટોપાયલોટ સિસ્ટમ પણ નથી. જે ખરાબ હવામાનમાં પાઇલટને વિચલિત કરી શકે છે. સેના પાસે 200 ચિતા હેલિકોપ્ટરનો કાફલો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં 30થી વધુ અકસ્માતો થયા છે. જેમાં 40થી વધુ અધિકારીઓના મોત થયા છે.
નવેમ્બર 2021માં સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચિત્તા અને ચેતક હેલિકોપ્ટર સહિત સુરક્ષા દળોના એરક્રાફ્ટ કાફલાની સમય સમય પર સમીક્ષા કરવામાં આવે છે. સરકાર આ હેલિકોપ્ટરને નેવલ યુટિલિટી હેલિકોપ્ટર, સ્વદેશી લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) સાથે બદલવાની યોજના બનાવી છે. જેનું નિર્માણ HAL દ્વારા “BY (Indian-IDDM)” પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું અને રશિયન બનાવટના Ka-226Tને “બાય એન્ડ મેક (ભારતીય)” ના રૂપમાં બનાવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા
આ પણ વાંચો: Indian Army : નેવીમાં પણ એરફોર્સની જેમ હોય છે પાયલટ, જાણો તેમનું કામ શું હોય છે ?