“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે શેરબજારને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ કે પહેલીવાર અમે નોંધ્યુ છે કે ચૂંટણી સમયે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને નાણાંમંત્રીએ શેર બઝારને લઈને ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ બે-ચાર વાર કહ્યુ હતુ કે શેર બજાર ઝડપથી ઉંચે આવવાનું છે.

PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા? રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 7:14 PM

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેરબજારને લઈને પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને ખબર હતી કે 4 જૂને શું થશે. આ જ કારણ હતું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું. આની તપાસ થવી જોઈએ.

રાયબરેલી અને વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલીવાર નોંધ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને એક-બે વખત કહ્યું કે શેરબજાર ઝડપથી આગળ વધશે. તેમના સંદેશને નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ આગળ ધપાવ્યો હતો. ગૃહમંત્રીએ તો 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું. વડાપ્રધાને પણ તે જ કહ્યું અને 28 મેના રોજ તેનું ફરી એ જ કહ્યુ.

‘તેઓ જાણતા હતા કે પૂર્ણ બહુમત નહીં મળે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને સંદેશ આપ્યો. તેમની પાસે જાણકારી હતી કે ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળે. તેને ખબર હતી કે 3-4 જૂને શું થવાનું છે. 30 લાખ કરોડનું નુકસાન થયું છે. હજાર લાખો કરોડ રૂપિયાનો અમુક પસંદગીના લોકોને ફાયદો થયો છે. અમે વડાપ્રધાન, ગૃહમંત્રી અને એક્ઝિટ પોલ કરાવનારાઓ સામે તપાસની માંગ કરીએ છીએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

‘આ સ્ટોક બઝાર સૌથી મોટું કૌભાંડ છે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો મળી રહી છે. પરંતુ, એક્ઝિટ પોલમાં વધુ બેઠકો જોવા મળી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ શા માટે પાંચ કરોડ રોકાણકારોને શેર ખરીદવાની સલાહ આપી? આનો ફાયદો ઉઠાવી રહેલા વિદેશી રોકાણકારો કોણ છે? આ સ્ટોક બજાર સૌથી મોટું કૌભાંડ છે. આની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.

હવે પહેલા જેવી સ્થિતિ નથી : કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મામલે સરકાર પર દબાણ બનાવીશું. જેપીસી તપાસની માંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જે રીતે કામ કરતા હતા તે રીતે કામ કરી શકશે નહીં કારણ કે હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસ માત્ર સરકારની વાત નથી કરતી. સ્ટોક માર્કેટમાં દેશના કરોડો લોકોને નુકસાન થયું છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

g clip-path="url(#clip0_868_265)">