Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો
X ના CEO Elon Muskએ Twitter જે હવે X બની ચુક્યુ ચે. તેના પર તેની પોલિસીમાં થોડા બદલાવ કર્યા છે. આ બદલાવ પણ ઘણા મહત્વપૂર્ણ છે. કારણ કે એલન મસ્કે Xને એડલ્ટ કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પર મંજૂરી આપી દીધી છે. એક રીતે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એડલ્ટ કન્ટેન્ટ હોય જ છે પરંતુ કોઈએ સીધી રીતે તેને મંજૂરી નથી આપી. તો આવો જાણીએ Xની નવી પોલિસીની વિગતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેની પોલિસીને અપડેટ કરી છે. Elon Musk ના આ પ્લેટફોર્મ પર એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એલોન મસ્ક પોતે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને Instagram પર ન્યુડિટીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા આવ્યા છે. જોકે, હવે તેમના પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
આ કન્ટેન્ટ કોણ જોઈ શકશે અને કોણ નહીં, તેને લઈને કંપનીએ એક માર્ગદર્શિકા પણ જારી કરી છે. જો કે X પર એડલ્ટ કન્ટેન્ટને મંજૂરી મળ્યા બાદ નવો સવાલ એ ઉભો થાય છે કે શું હવે ભારતમાં X પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ભારતમાં પોર્ન વેબસાઈટ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, એક્સ, જો એડલ્ટ કન્ટેન્ટ આપે છે તો તે કેવી રીતે કામ કરી શકે?
ભારતમાં કલાકો સુધી ટ્રેન્ડ કરતુ રહ્યુ ન્યુડિટીવાળુ હેશટેગ
ગત સપ્તાહમાં શનિવારે X પર ન્યુડિટી સંબંધિત એક હેશટેગ ટ્રેન્ડમાં જોવા મળ્યું. જે દિવસે ભારતમાં સામાન્ય ચૂંટણીઓ માટેના એક્ઝિટ પોલ આવ્યા, એ દિવસે સવારથી કેટલાક કલાકો સુધી X પર ન્યુડિટીવાળો વર્ડ ટ્રેન્ડ કરતો રહ્યો. એટલું જ નહીં, ન્યુડિટીવાળા આ વર્ડના લગભગ 40 લાખ હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જો કે, જ્યારે તે હેશટેગ પર ક્લિક કરવામાં આવ્યું તો એક એક અશ્લીલ એકાઉન્ટ દેખાતું હતું. આશ્ચર્યની વાત એ છે કે તે અશ્લીલ એકાઉન્ટ પણ વેરિફાઈડ હતું. લેટેસ્ટ પોસ્ટ પર ક્લિક કરતા જ સતત અશ્લિલ હેશટેગની સાથે કન્ટેન્ટ દેખાતુ રહ્યુ.
ભારતમાં કલાકો સુધી આ એકાઉન્ટ ટોપ ટ્રેન્ડ બની રહ્યું હતું, જેને બાદમાં હટાવી દેવામાં આવ્યું હતું. જો કે, આ એકાઉન્ટ હજી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેના પર ઘણુ એડલ્ટ કન્ટેન્ટ ઉપલબ્ધ છે.
શું છે Xની નવી પોલિસી
X પર પહેલાથી જ એવા ઘણા એકાઉન્ટ છે જે એડલ્ટ કન્ટેન્ટ શેર કરે છે. આવા એકાઉન્ટ્સને NSFW એટલે ક નોટ સેફ ફોર વર્ક કહેવામાં આવે છે. X પર આવા એકાઉન્ટ પહેલેથી જ અસ્તિત્વમાં હોવાથી Xની આ નવી પોલિસીથી કોઈને આશ્ચર્ય થશે નહીં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની એડલ્ટ કન્ટેન્ટ પોલિસીમાં લખ્યું છે કે, ‘અમે માનીએ છીએ કે યુઝર્સ સેક્સ્યુઅલ થીમ પર કન્ટેન્ટ બનાવી શકે છે, ડિસ્ટ્રીબ્યુટ અને કન્ઝ્યુમ કરી શકે છે, જ્યાં સુધી તેને સર્વસંમત્તિથી બનાવવામાં આવે અને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. સેક્સ્યુઅલ એક્સપ્રેશન, વિજ્યુલ કે ટેક્સ્ટ ફોર્મેટમાં કલાત્મક અભિવ્યક્તિનું કાયદેસર સ્વરૂપ હોઈ શકે છે.’
X એ તેની પોલિસીમાં જણાવ્યુ છે કે અમે એડલ્ટ્સની સ્વાયત્તતા પર વિશ્વાસ કરીએ છીએ. જે તેની ઈચ્છા અને એક્સપ્રેશનને લઈને કન્ટેન્ટ ક્રિએટ કરવા ઈચ્છે છે, ભલે પછી તે સેક્સ્યુઆલિટી સાથે સંબંધિત કેમ ન હોય.
શું છે X પર એડલ્ટ કન્ટેન્ટની મર્યાદાઓ અને ગાઈડલાઈન?
કંપનીનું કહેવું છે કે તેઓ સગીર યુઝર્સને આવી પોસ્ટથી બચાવશે. આવા વિષયવસ્તુ બાળકો અથવા લોકો કે જેઓ તેમને જોવા નથી માંગતા તેમને ઍક્સેસિબલ રહેશે નહીં. જે લોકો નિયમિતપણે પુખ્ત સામગ્રી પોસ્ટ કરે છે. તેઓએ તેમની પોસ્ટને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવી પડશે. જે લોકોએ તેમની ઉંમરની ચકાસણી કરી નથી તેઓને આવી સામગ્રીની ઍક્સેસ મળશે નહીં.
શું ભારતમાં બેન થઈ જશે X ?
ભારતમાં પોર્ન સાઈટ્સ પર બેન છે, એટલે કે તમે પોર્ન સાઈટ્સને એક્સેસ ન કરી શકો(છતા ઘણી એવી સાઈટ્સ હોય છે.) એવામાં X જેના પર એડલ્ટ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ હશે, તેનું શું થશે. તેને અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. Xએ એડલ્ટ કન્ટેન્ટને મંજૂરી આપી છે પરંતુ આ પ્લેટફોર્મ પોર્ન સાઈટની કેટેગરીમાં નથી આવતુ.
આ સ્થિતિમાં, હાલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, પરંતુ ભવિષ્યમાં, આ પ્લેટફોર્મ પર પુખ્ત સામગ્રીને લઈને કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આવી સામગ્રી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે
We have launched Adult Content and Violent Content policies to bring more clarity of our Rules and transparency into enforcement of these areas. These policies replace our former Sensitive Media and Violent Speech policies – but what we enforce against hasn’t changed.
Adult…
— Safety (@Safety) June 3, 2024
ભારતમાં X પર પ્રતિબંધ લાગશે?
ભારતમાં પોર્ન સાઇટ પર પ્રતિબંધ છે. આનો અર્થ એ છે કે તમે પોર્ન સાઇટ્સને એક્સેસ કરી શકતા નથી (હજુ સુધી આવી ઘણી સાઇટ્સ છે). આવી સ્થિતિમાં, Xનું શું થશે જેમાં એડલ્ટ કન્ટેન્ટ પણ હશે? આ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. X એ ચોક્કસપણે પુખ્ત સામગ્રીને મંજૂરી આપી છે, પરંતુ આ પ્લેટફોર્મ હજુ સુધી પોર્ન સાઇટની શ્રેણીમાં આવતું નથી.
આવી સ્થિતિમાં, હાલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, પરંતુ ભવિષ્યમાં, આ પ્લેટફોર્મ પર પુખ્ત સામગ્રીને લઈને કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આવી સામગ્રી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે, પરંતુ તેઓએ તેને સીધી મંજૂરી આપી નથી. રિપોર્ટિંગ પર આવી સામગ્રીઓ દૂર કરવામાં આવે છે (ઓછામાં ઓછું ફરિયાદ કરનાર વપરાશકર્તાના ફીડમાંથી).
આ પણ વાંચો: Breaking News: કંગનાનો મોટો આરોપ, ચંદીગઢ ઍરપોર્ટ પર CISFની મહિલા જવાને ચેકિંગ દરમિયાન મારી થપ્પડ