History of Election Ink: શું તમને ખબર છે કે મતદાન દરમિયાન આંગળી પર લગાડવામાં આવતી શાહીનો શું છે ઈતિહાસ? નથી ખબર તો વાંચો આ પોસ્ટ

|

Feb 14, 2022 | 1:24 PM

ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોને આંગળી પર વાદળી શાહી લગાવવામાં આવે છે. જે ઘણા દિવસો સુધી કાયમ રહે છે. ભારતીય ચૂંટણીમાં આ શાહીનો ઉપયોગ થયાને 60 વર્ષ થવા જઈ રહ્યા છે. તેના ઉપયોગની વાર્તા પણ રસપ્રદ છે.

History of Election Ink: શું તમને ખબર છે કે મતદાન દરમિયાન આંગળી પર લગાડવામાં આવતી શાહીનો શું છે ઈતિહાસ? નથી ખબર તો વાંચો આ પોસ્ટ
Symbolic Image

Follow us on

જો તમે તમારો મત (Vote) આપી રહ્યા છો, તો તમારી આંગળીઓ પર અમિટ વાદળી શાહી (Election Ink) લગાવવામાં આવે છે. આંગળી પર આ વાદળી શાહીનું નિશાન હવે આપણા ચૂંટણી ચિન્હોમાં ગણવામાં આવે છે. આ ચિહ્ન જણાવે છે કે, કોણે વોટ આપ્યો છે અને કોણે નહી. આ નિશાન 15 દિવસ પહેલા ભૂંસી શકાતું નથી. આ શાહીમાં શું છે (History of Election Ink) અને તેનો ઈતિહાસ શું છે, ચાલો જાણીએ.

ઈતિહાસ

મૈસુર કર્ણાટકમાં આવેલું એક સ્થળ છે. આ સ્થાન પર અગાઉ વાડિયાર વંશનું શાસન હતું. આઝાદી પહેલા તેના શાસક મહારાજા કૃષ્ણરાજા વાડિયાર હતા. વાડિયાર રાજવંશ વિશ્વના સૌથી ધનિક રાજવીઓમાંનો એક હતો. આ રાજવી ઘરની પોતાની સોનાની ખાણ (Gold Mine) હતી. 1937માં કૃષ્ણરાજા વાડિયારે મૈસૂર લેક એન્ડ પેઇન્ટ્સ નામની ફેક્ટરીની સ્થાપના કરી. આ ફેક્ટરીમાં પેઇન્ટ અને વાર્નિશ બનાવવાનું કામ કરવામાં આવતું હતું.

ભારતની આઝાદી બાદ આ ફેક્ટરીને કર્ણાટક સરકારનો અધિકાર મળ્યો. હાલમાં આ ફેક્ટરીમાં કર્ણાટક સરકાર 91 ટકા હિસ્સો ધરાવે છે. 1989 માં આ ફેક્ટરીનું નામ બદલીને મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (Mysore Paint & Varnish Ltd.) કરવામાં આવ્યું.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પહેલાં શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો

ભારતમાં પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં મતદારોની આંગળીઓમાં શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો. ચૂંટણી પંચને અન્ય કોઈને મત આપવા અને બે વાર મતદાન કરવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદો બાદ ચૂંટણી પંચે તેને રોકવા માટે અનેક વિકલ્પો પર વિચાર કર્યો હતો. શ્રેષ્ઠ માર્ગએ હતો કે ભૂંસાઈ ના શકે તેવી શાહીનો ઉપયોગ કરવો.

ચૂંટણી પંચે આવી શાહી બનાવવા અંગે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા (NPL) સાથે વાત કરી હતી. NPLએ એવી શાહીની શોધ કરી હતી, જેને પાણી કે કોઈ રસાયણથી ભૂંસી ન શકાય. NPLએ મૈસુર પેઇન્ટ અને વાર્નિશ કંપનીને આ શાહી બનાવવાનો આદેશ આપ્યો હતો. 1962માં યોજાયેલી ચૂંટણીમાં આ શાહીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક ચૂંટણીમાં આ શાહીનો જ ઉપયોગ થાય છે.

શાહીમાં સિલ્વર નાઈટ્રેટ ભેળવવામાં આવે છે

NPL અથવા મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડે આ શાહી બનાવવાની પદ્ધતિને ક્યારેય જાહેર કરી નથી. તેનું કારણ જણાવવામાં આવ્યું હતું કે, જો આ ગુપ્ત ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે તો લોકો તેને ભૂંસી નાખવાનો માર્ગ શોધી લેશે અને તેનો હેતુ ખત્મ થઈ જશે. નિષ્ણાંતોના મતે આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ (Silver nitrate) ભેળવવામાં આવે છે. જે ફોટોસેન્સિટિવ પ્રકૃતિની શાહી બનાવે છે. આને કારણે તે સૂર્યના સંપર્કમાં આવતાની સાથે જ વધુ મજબૂત બને છે.

શાહી બાબતે અફવા પણ ફેલાઈ હતી

જ્યારે આ શાહી નખ પર લગાવવામાં આવે છે, ત્યારે તે બ્રાઉન થઈ જાય છે. પરંતુ લગાવ્યા બાદ તે ઘેરા જાંબલી રંગમાં ફેરવાઈ જાય છે. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે, આ શાહી બનાવવા માટે ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. આ શાહી વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

શાહી 28 દેશોમાં થાય છે સપ્લાય

મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડના જણાવ્યા અનુસાર, આ શાહી 28 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. તેમાં અફઘાનિસ્તાન, તુર્કી, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, નેપાળ, ઘાના, પાપુઆ ન્યુ ગિની, બુર્કિના ફાસો, બુરુન્ડી, કેનેડા, ટોગો, સિએરા લિયોન, મલેશિયા, માલદીવ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારત આ શાહીનો સૌથી મોટો ઉપભોક્તા છે. ભારતમાં આ શાહી લાકડાની સળી વડે આંગળી પર લગાવવામાં આવે છે. જ્યારે કંબોડિયા અને માલદીવ્સમાં આંગળીને જ શાહીમાં ડુબાડવામાં આવે છે. આ શાહી અફઘાનિસ્તાનમાં પેન સાથે, તુર્કીમાં નોઝલ સાથે, બુર્કિના ફાસો અને બુરુન્ડીમાં બ્રશ સાથે લગાવવામાં કરવામાં આવે છે.

સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આ શાહી કેટલા દિવસ સુધી ઝાંખી પડતી નથી. મૈસૂર પેઇન્ટ અને વાર્નિશ કંપનીએ કહ્યું કે, 15 દિવસ પહેલા આ શાહીને કોઈપણ રીતે ભૂંસી શકાય તેમ નથી.

આ પણ વાંચો: Uttar Pradesh Assembly Election Voter Slip: મતદાર સ્લીપ કેવી રીતે ડાઉનલોડ કરવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આ પણ વાંચો: National Voters Day: શા માટે મનાવવામાં આવે છે મતદાર દિવસ, જાણો શું છે તેનો હેતુ?

Next Article