DK Shivakumar Networth: જાણો કેટલા કરોડની સંપતિના માલિક છે ડીકે શિવકુમાર, બની શકે છે કર્ણાટકના આગામી મુખ્યપ્રધાન
DK Shivakumar Networth: શિવકુમારની રાજકીય કારકિર્દી વિશે બધા જાણે છે. પરંતુ ભાગ્યે જ લોકોને ખબર હશે કે તે કેટલી સંપત્તિના માલિક છે. ડીકે શિવકુમાર પાસે કરોડોની અપાર સંપત્તિ છે. તેની તિજોરી સોના અને ચાંદીથી લઈને હીરાથી ભરેલી છે.

કર્ણાટક ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસ અહીં 136 સીટ પર જીતનો જશ્ન મનાવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં અહીં પોતાની સરકાર બનાવી શકે છે. કોંગ્રેસ પાર્ટીના સીએમ ઉમેદવાર ડીકે શિવકુમારે કનકપુરાથી 40 હજાર મતોથી પોતાની સીટ જીતી છે.
શિવકુમારની રાજકીય કારકિર્દી વિશે બધા જાણે છે. પરંતુ ભાગ્યે જ લોકોને ખબર હશે કે તે કેટલી સંપત્તિના માલિક છે. ડીકે શિવકુમાર પાસે કરોડોની અપાર સંપત્તિ છે. તેની તિજોરી સોના અને ચાંદીથી લઈને હીરાથી ભરેલી છે. તે જ સમયે, તે વાહનો કરતાં લક્ઝરી ઘડિયાળોનો વધુ શોખીન છે. ચાલો જાણીએ કે તેમની કુલ સંપત્તિ કેટલી છે.
ડીકે શિવકુમાર કેટલી સંપત્તિના માલિક?
Myneta વેબસાઈટના ડેટા અનુસાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 68%નો વધારો થયો છે. વર્ષ 2018માં તેમની પાસે 840 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જે હવે લગભગ 1413 કરોડ રૂપિયા થઈ ગયા છે. માયનેતાના જણાવ્યા અનુસાર, તેમના પરિવાર પાસે 273.42 કરોડની સંપત્તિ છે. સાથે જ તેમના પર લગભગ 503 કરોડ રૂપિયાનું દેવું પણ છે. જો ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ તેમને કર્ણાટકના સીએમ બનાવે છે તો તેઓ અત્યાર સુધીના સૌથી અમીર સીએમ બની શકે છે.
તેઓ વાહનો કરતાં લક્ઝરી ઘડિયાળોના વધુ શોખીન
ડીકે શિવકુમાર પાસે વિશિષ્ટ વાહનોની વિસ્તૃત સૂચિ નથી. મળતી માહિતી મુજબ તેમની પાસે કાર કરતા પણ મોંઘી રોલેક્સની લક્ઝરી ઘડિયાળ છે. જેને તે હંમેશા પોતાના હાથમાં પહેરી રાખે છે. આ સિવાય તેમની તિજોરીમાં લગભગ 3 કરોડનું સોનું છે. તે જ સમયે, તેમની પાસે સંપત્તિ તરીકે સોનું, હીરા, રૂબી જેવા કિંમતી સ્ટોન પણ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો