હરિયાણામાં સરકાર વિરોધી લહેરને કેવી રીતે BJP અને RSSએ મેનેજ કરી ?

|

Oct 08, 2024 | 6:06 PM

જ્યારે 130 દિવસ પહેલા લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે હરિયાણામાં ભાજપ વિરુદ્ધ જોરદાર એન્ટી ઈન્કમ્બન્સી અભિયાન જોવા મળ્યું હતું. જો કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ એન્ટી ઈન્કમ્બન્સીને નકારી કાઢી છે. ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, ભાજપ અને આરએસએસ આટલા મોટા એન્ટી ઈન્કમ્બન્સી મુદ્દાને કેવી રીતે મેનેજ કરી શક્યા?

હરિયાણામાં સરકાર વિરોધી લહેરને કેવી રીતે BJP અને RSSએ મેનેજ કરી ?

Follow us on

4 જૂન, 2024ના રોજ જ્યારે લોકસભાના પરિણામો આવ્યા ત્યારે હરિયાણામાં ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર એન્ટિ-ઈન્કમ્બન્સી જોવા મળી હતી. જ્યારે ભાજપની લોકસભા બેઠકોનો આંકડો અડધો થઈ ગયો હતો. આવા સંજોગોમાં વિધાનસભામાં પણ પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહેવાની સંભાવના જોવાઈ રહી હતી. જો કે આ પરિણામના 130 દિવસ બાદ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે.

આરએસએસના પદાધિકારીઓ 4 મહિના પહેલા મેદાનમાં પ્રવેશ્યા હતા

જે રીતે 2023માં મધ્યપ્રદેશની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા, તેવી જ રીતે હરિયાણામાં પણ સંઘના પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો હતો. જુલાઈના મધ્યમાં, સંઘના પદાધિકારીઓએ હરિયાણાની કમાન સંભાળી લીધી હતી. ભાજપે સંઘના ફીડબેકના આધારે રણનીતિ તૈયાર કરી હતી. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે ભાજપ સંગઠન અને સરકારના વરિષ્ઠ લોકો પણ નિર્ણય વિશે માહિતી મેળવી શક્યા ન હતા.

જેમ કે – નાયબ સિંહ સૈની ક્યાંથી ચૂંટણી લડશે અને ગોપાલ કાંડા સામે ભાજપના ઉમેદવાર નામાંકન પાછું ખેંચશે કે નહીં? એવું કહેવાય છે કે સંઘના અધિકારીઓએ એ વિસ્તારો પર ખાસ ધ્યાન રાખ્યું હતું, જે ભૂપિન્દર સિંહ હુડ્ડા પરિવારનો સીધો ગઢ ના હોય.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

જાટ વિરુદ્ધ બિન-જાટની તૈયાર વ્યૂહરચના

આરએસએસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની જેમ, સંગઠને હરિયાણામાં જાટ વિરુદ્ધ બિન-જાટની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંઘના અધિકારીઓએ ગામડે ગામડે જઈને મતદારો વચ્ચે પ્રચાર કર્યો. હરિયાણાના રાજકારણમાં 2014થી જાટ વિરુદ્ધ બિન-જાટ મતોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કહેવાય છે કે હરિયાણાની 36 સમુદાયમાંથી જાટ એક તરફ છે, જ્યારે બાકીના 35 સમુદાય બીજી તરફ છે. આ 35 સમુદાયોમાં દલિત, આહીર, ગુર્જર અને બ્રાહ્મણ જેવી મોટી વસ્તીઓ પણ છે. જેની અસર હરિયાણાના પરિણામો પર પણ જોવા મળી હતી. અહિરવાલ અને ગુર્જરના ક્ષેત્રમાં સત્તા વિરોધી લહેર હોવા છતાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે.

ચૂંટણી પહેલા ભાજપે બ્રાહ્મણોને આકર્ષવા માટે મોહન લાલ બડોલીને પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા હતા. આ નિર્ણય પાર્ટી માટે પણ ફાયદાકારક સાબિત થયો.

મતદારોને આકર્ષવા માટે ખટ્ટરને સાઈડલાઈન કરાયા

હરિયાણામાં ભાજપના મુખ્ય મતદારોમાં સૌથી વધુ નારાજગી મનોહર લાલ ખટ્ટર પ્રત્યે હતી. કાર્યકર્તાઓએ કહ્યું કે ખટ્ટર કોઈનું સાંભળતા નથી. ભાજપે ચૂંટણી પહેલા ખટ્ટરને સીએમની ખુરશી પરથી હટાવ્યા, પરંતુ લોકસભાની ટિકિટ વિતરણમાં ખટ્ટરનો દબદબો ચાલુ રહ્યો.

આરએસએસે વિધાનસભા ચૂંટણીમાં ખટ્ટરના વર્ચસ્વને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યું. કુરુક્ષેત્રની રેલીમાં ખટ્ટર માત્ર એક જ વખત વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ પછી મોટા નેતાઓએ ખટ્ટર સાથે કોઈ રેલી કરી નથી. ટિકિટ વિતરણમાં પણ ખટ્ટરના નજીકના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું.

કોંગ્રેસની જૂથબંધી બેઠકો પર ફોકસ

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ 3 જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એક જૂથ ભૂપિન્દર સિંહ હુડ્ડા અને ઉદય ભાનનુ હતુ. બીજુ જૂથ કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલાનુ હતો અને ત્રીજુ જૂથ કેપ્ટન અજય યાદવનુ હતો, જેમાં કેટલાક આહીર અને ગુર્જર નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

કોંગ્રેસની ટિકિટ વહેંચણીમાં હુડ્ડા જૂથનો હાથ ઉપર રહ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં કમઠાણ શરૂ થઈ ગઈ હતી. RSSએ તરત જ આ તક ઝડપી લીધી. સંઘે એ બેઠકો પર વિશેષ ધ્યાન આપ્યું જ્યાં કોંગ્રેસ જૂથવાદને કારણે અટવાઈ ગઈ હતી.

Next Article