Gujarat Election: મતદારોની દ્રષ્ટિએ આ છે વિધાનસભાની સૌથી મોટી બેઠક, જાણો આ બેઠકની રસપ્રદ વાતો

|

Nov 05, 2022 | 5:02 PM

સુરત (Surat) શહેરમાં પહેલા માત્ર ચાર વિધાનસભા બેઠકો હતી. ધીરે ધીરે કરીને આ બેઠકો વધતી ગઈ, તેમાંની એક બેઠક એટલે કે ચોર્યાસી બેઠક છે. આ બેઠકમાં અત્યારની મજૂરા બેઠક, ઉધના અને લીંબાયત બેઠક અલગ પડી અને પહેલા વર્ષ 2012ના વર્ષમાં આ બેઠકો અલગ પડી હતી.

Gujarat Election: મતદારોની દ્રષ્ટિએ આ છે વિધાનસભાની સૌથી મોટી બેઠક, જાણો આ બેઠકની રસપ્રદ વાતો
આ બેઠક મતદારોની દ્રષ્ટિએ છે ગુજરાતની સૌથી મોટચી બેઠક

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યારે તમામ પક્ષોએ પ્રચારની શરુઆત કરી દીધી છે. કઇ બેઠક પર કેટલા મતદાર છે તેને ધ્યાને રાખીને રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ત્યારે જો ગુજરાતની મતદારોની દ્રષ્ટિએ સૌથી મોટી બેઠકની વાત કરીએ તો તે સુરતની ચોર્યાસી બેઠક છે. સુરત જિલ્લાની 16 વિધાનસભાની બેઠકો પર મતદાન અને ચૂંટણીની તમામ તૈયારીઓ બાબતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકેએ સુરત જિલ્લાની તમામ તૈયારી કરવા માટે તાત્કાલિક તમામ અધિકારીઓ સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે. જ્યારે સુરતમાં તમામ બેઠકોમાં 5.65 લાખ મતદાર સાથે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક ગુજરાતની મોટામાં મોટી બેઠક છે. તમને જણાવીશુ આ બેઠકની રસપ્રદ વાતો વિશે.

ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર

સુરત અને જિલલમાં 16 વિધાનસભાની બેઠકો પર મતદાન અને ચૂંટણીની તૈયારી બાબતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે તૈયારીઓ કરી છે ત્યાં તેમને જણાવ્યું હતું કે, વિધાનસભા બેઠકોવાર ચૂંટણી તંત્ર ગોઠવાઇ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં મતદારની દ્રષ્ટિએ સુરતની ચોર્યાસી વિધાનસભા સીટ સુરતની જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 5 લાખ 65 હજાર 111 મતદારો છે. જેમાં 3.20 લાખ પુરુષ મતદારો અને 2.44 લાખ સ્ત્રી મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 526 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

સુરતમાં બેઠકો અલગ પડી હતી

સુરત શહેરમાં પહેલા માત્ર ચાર વિધાનસભા બેઠકો હતી. ધીરે ધીરે કરીને આ બેઠકો વધતી ગઈ, તેમાંની એક બેઠક એટલે કે ચોર્યાસી બેઠક છે. આ બેઠકમાં અત્યારની મજૂરા બેઠક, ઉધના અને લીંબાયત બેઠક અલગ પડી અને પહેલા વર્ષ 2012ના વર્ષમાં આ બેઠકો અલગ પડી હતી. એટલે કે પહેલા પણ ચોર્યાસી બેઠક સૌથી મોટી બેઠક હતી.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

અત્યારે એ વાત સામે આવે છે કે ચોર્યાસીમાંથી ત્રણ બેઠકો અલગ થવા છતાં પણ આજે સુરતમાં તો ખરી જ પણ ગુજરાતમાં પણ મતદારની દ્રષ્ટિએ સુરતની ચોર્યાસી વિધાનસભા સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. આ બેઠકની વાત કરવામાં આવે તો પહેલેથી સ્થાનિક કોળી સમાજનો દબદબો છે. અહીં કાંઠા વિસ્તાર આવરી લેવામાં આવે છે. અહીં અત્યારે ભાજપના ધારસભ્ય ઝંખના પટેલ છે. ત્યારે હવે ફરી સૌથી મોટી બેઠક પર કોણ કબ્જો મેળવશે તે જોવુ રહ્યુ.

Next Article