Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોના શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. અને, 10 વાગ્યા સુધીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છેકે ગુજરાતમાં સતત સાતમીવાર ભાજપ સત્તા સ્થાને બિરાજમાન થઇ રહ્યું છે. મત ગણતરીના શરુઆતી વલણમાં હર્ષ સંઘવીની સરસાઇ નોંઘાવી રહ્યા છે, જે રીત તેઓ આગળ વધી રહ્યા છે એ જોતા તેની જીત નિશ્ચીત છે. આ ચૂંટણી રુઝાનમાં ભાજપ તરફી પરિણામો દેખાઇ રહ્યા છે.
વર્ષ 2012 બાદ 2017માં ભાજપે હર્ષ સંઘવી પર પસંદગીનો કળશ ઢોળી આ બેઠક પર મેદાને ઉતાર્યા હતા. તો બીજી બાજું કોંગ્રેસે કાપડના વેપારી અશોક કોઠારીને ટિકિટ આપી હતી. જેના કારણ આ બેઠક પર કાપડના વેપારીઓ ઉપરાંત જૈન મારવાડી સમાજના મતોનું વિભાજન થવાની સ્થિતિ પેદા થઇ હતી. આ દરમિયાન અહીં પાટીદાર આંદોલન પણ ચરમ સીમાએ હતું. સરકાર સામે વિરોધ વચ્ચે ભાજપ માટે આ બેઠક કપરી સાબિત થઇ શકે તેમ હતી. જોકે, આ બધાથી ઉપર આવી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ ફરી 1,16,741 મતો સાથે જીત મેળવી હતી અને કોંગ્રેસ ઉમેદવાર અશોક કોઠારીને હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠકના જાતિગત સમીકરણો પર નજર કરીએ તો અહીં જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે. જ્ઞાતિ પ્રમાણે કહીએ તો ગુજરાતી જૈન મારવાડી – 36,489, મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ – 24,999, પાટીદાર – 24205, એસટી, એસસી- 24,941, ઉત્તર ભારતીય – 16230, પંજાબી સીંધી – 12,198 મતદારો છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા – 2,39,563 છે, જેમાં મહિલા મતદારો – 1,07,512 અને પુરૂષ મતદારો – 1,32,048 છે. આ સીટ પર ટેક્ષટાઈલ વર્કસના વોટ્સની સંખ્યા અંદાજે 40 હજાર છે જે કોઈપણ પાર્ટીના જીતના ગણિતમાં ફેર પાડી શકે છે. આ વિસ્તારના કુલ 2.19 લાખ મતદારો પૈકી મોટાભાગના મતદારો ઉચ્ચ મધ્યમ વર્ગના છે. રાજસ્થાન, બિહાર અને UPથી આવીને વસેલા લોકોને આકર્ષવા માટે ભાજપ કમર કસતું રહે છે.