Gujarat Election 2022: મહિલાઓ બાદ હવે યુવાનો માટે ‘આપ’નું રેવડી વિતરણ, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયાનું ભથ્થું આપવાનો વાયદો

રાઘવ ચઢ્ઢાએ જનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીના જેવો છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે. સાથે જ અન્ય એક વચનની લ્હાણી કરતા કહ્યું કે સરકારી પરીક્ષા આપવા જવા માટે તમારા માટે બસ ભાડું મફત રહેશે.

Gujarat Election 2022: મહિલાઓ બાદ હવે યુવાનો માટે 'આપ'નું રેવડી વિતરણ, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયાનું ભથ્થું આપવાનો વાયદો
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 12, 2022 | 8:23 AM

ગુજરાતમાં  (Gujarat)  ચૂંટણી નજીક  (Gujarat Vidhan Sabha Election 2022) આવતા જ રાજકીય માહોલે જમાવટ કરી છે અને ઠેર ઠેર વિવિધ વચનોની લ્હાણી થઈ રહી છે ત્યારે આમ રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ (Raghav chaddha) અમરેલી તથા ભાવનગરમાં  (Bhavnagar) જનસભા સંબોધી હતી અને ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. રાઘવ ચઢ્ઢાએ ભાવનગરમાં યુવાનો સાથે સંવાદ કર્યો. તેમજ સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.

2022ની ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક પરિવર્તનનું કારણ

રાઘવ ચઢ્ઢાએ જનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીના જેવો છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે. સાથે જ અન્ય એક વચનની લ્હાણી કરતા કહ્યું કે સરકારી પરીક્ષા આપવા જવા માટે તમારા માટે બસ ભાડું મફત રહેશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીનું બજેટ 3 ગણું વધ્યું છે. હવે લોકોએ પસંદ કરવાનું છે કે તેઓ અરવિંદ કેજરીવાલની રેવડી લેશે કે ભાજપની રેવડી લેશે?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોંગ્રેસ પર કર્યાં આકરા વાકપ્રહાર

તેમણે કહ્યું હતું કે જે  કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભાજપને નથી હરાવી શકી તે હવે શું હરાવશે? તેથી જ લોકો ઘણી અપેક્ષાઓ સાથે લોકો આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. આજે આ પવિત્ર ધરતી પર, સરદારની, બાપુની ધરતી પર આપ સૌ સાથે વાત કરતા હું એક મહત્વની વાત કહેવા માંગુ છું કે, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને નકારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ભાવનગરના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">